RBIના ગવર્નર તરીકે થઈ નિમણૂક, જાણો કોણ છે સંજય મલ્હોત્રા?
who is Sanjay Malhotra: 11 ડિસેમ્બર, 2023ના રોજ શક્તિકાંત દાસ ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર બન્યા હતા. તેમના બાદ સંજય મલ્હોત્રા હવે નવા ગવર્નર બનશે. સંજય મલ્હોત્રાને નવા ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
સંજય મલ્હોત્રા મધ્યસ્થ બેંકના 26મા ગવર્નર હશે. શક્તિકાંત દાસના કાર્યકાળને લંબાવવાની અટકળો છતાં કેબિનેટે સંજય મલ્હોત્રાની નિમણૂકને સમર્થન આપ્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન શક્તિકાંત દાસે કોરોના મહામારી વચ્ચે અર્થવ્યવસ્થાના સંચાલનમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
કોણ છે સંજય મલ્હોત્રા? - 14 ફેબ્રુઆરી, 1968ના રોજ રાજસ્થાનના બિકાનેરમાં જન્મેલા સંજય મલ્હોત્રા 1990ના રાજસ્થાન કેડરના IAS અધિકારી છે. તેમણે તેમની સમગ્ર વહીવટી કારકિર્દી દરમિયાન પાવર, ફાઇનાન્સ, ટેક્સેશન, આઇટી અને માઇનિંગ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
સંજય મલ્હોત્રાએ IIT કાનપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં B.Tech અને પ્રિન્સટન યુનિવર્સિટી, USAમાંથી પબ્લિક પોલિસીમાં માસ્ટર કર્યું છે.

સંજય મલ્હોત્રાની પ્રોફેશનલ જર્ની - તેમની 33 વર્ષની કારકિર્દીમાં, સંજય મલ્હોત્રાએ અનેક મહત્વના હોદ્દા સંભાળ્યા છે. ઓક્ટોબર 2022 થી, તેઓ નાણા મંત્રાલયમાં મહેસૂલ સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. આ પહેલાં, તેઓ ફેબ્રુઆરીથી નવેમ્બર 2022 સુધી નાણાકીય સેવાઓ વિભાગના સચિવ હતા.
2020 થી 2022 સુધી, સંજય મલ્હોત્રાએ પાવર મંત્રાલયમાં વધારાના સચિવ હતા. અગાઉની ભૂમિકાઓમાં રાજસ્થાનના ઉર્જા વિભાગ (2014-2018) માટે મુખ્ય સચિવ અને રાજસ્થાનના વાણિજ્યિક કર વિભાગના કમિશનર (2013-2014)નો સમાવેશ થાય છે.
સંજય મલ્હોત્રાનું મુખ્ય યોગદાન - સંજય મલ્હોત્રા નાણાકીય સેવાઓ અને કરવેરામાં તેમની કુશળતા માટે પ્રખ્યાત છે. રાજસ્થાનના ઉર્જા વિભાગના મુખ્ય સચિવ તરીકે, તેમણે વીજ પુરવઠા અને વિતરણમાં નોંધપાત્ર સુધારાઓ અમલમાં મૂક્યા હતા.
IT અને ડિજિટલ પહેલમાં સંજય મલ્હોત્રાના નેતૃત્વએ તેમને ભારતના આધુનિક નાણાકીય અને તકનીકી લેન્ડસ્કેપમાં એક પ્રભાવશાળી વ્યક્તિ તરીકે સ્થાન આપ્યું છે.
આગામી પડકારો - RBI ગવર્નર તરીકે સંજય મલ્હોત્રાને અનેક પડકારોનો સામનો કરવો પડે છે. ડિજિટલ બેંકિંગ સેવાઓની પહોંચ વધારવાની સાથે ફુગાવાને નિયંત્રિત કરવું એ પ્રાથમિકતા છે. વધુમાં, વૈશ્વિક અને સ્થાનિક કટોકટી વચ્ચે આર્થિક સ્થિરતા જાળવવી તેમના નેતૃત્વમાં નિર્ણાયક બની રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
