કાળિયાર હરણના કેસમાં સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કંઇ રીતે?
કાળિયાર હરણ કેસમાં રાજસ્થાન સરકારે હાઇકોર્ટનો નિર્ણય સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો છે. વધુ જાણો આ અંગે અહીં.
બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની મુશ્કેલીઓ ફરી એક વાર વધી છે. કારણ કે કાળા હરણના શિકાર કેસમાં હાઇકોર્ટના નિર્ણયની વિરુદ્ધ રાજસ્થાન સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યલ લીવ પિટીશન દાખલ કરાવી છે. નોંધનીય છે કે સલમાન ખાનને હાઇકોર્ટે 25 જુલાઇના રોજ આ કેસમાં નિર્દોષ જાહેર કરી મુક્ત કર્યો હતો.
પણ રાજ્ય સરકારનું કહેવું છે કે આ મામલે તે સુપ્રિમ કોર્ટમાં જશે અને માટે જ તેણે સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યલ લીવ પિટીશન દાખલ કરી છે. આમ આ કેસ હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં દાખલ થયો છે.

ક્યારે થશે સુનવણી?
આ કેસમાં આશા સેવાઇ રહી છે કે દિવાળી પછી સુપ્રિમ કોર્ટમાં સુનવણી થાય. નોંધનીય છે કે નીચલી અદાલતે સલમાન ખાનને આ કેસમાં દોષી જાહેર કર્યો હતો. અને સલમાન ખાનના વકીલે આ નિર્ણયને હાઇ કોર્ટમાં પડકાર્યો હતો.

બે કેસ દાખલ છે
નોંધનીય છે કે કાળિયાર હરણના કેસમાં બે અલગ અલગ કેસમાં રાજસ્થાનની નીચલીઅદાલતે સલમાન ખાનને ક્રમશ એક વર્ષ અને પાંચ વર્ષની સજા સંભળાવી હતી.

અન્ય સાત આરોપી પણ
એટલું જ નહીં કાળિયાર હરણ કેસના ગેરકાનૂની શિકાર મામલે આ બન્ને અલગ અલગકેસમાં સલમાન ખાન સમેત અન્ય સાત આરોપી પણ સામેલ છે.

શું હતો કેસ
નોંધનીય છે કે 26 સપ્ટેમ્બર 1998ના રોજ જોધપુર પાસે આવેલા ભાવડના એક ઘોડા ફાર્મમાં કાળિયાર હરણનો ગેરકાનૂની શિકાર કરવામાં આવ્યો હતો. સલમાન ખાન તે સમયે જોધપુરમાં ફિલ્મ "હમ સાથ સાથ હૈ"નું શૂટિંગ કરી રહ્યા હતા. એટલું જ નહીં સલમાન ખાન આ માટે આ પહેલા જોધપુર જેલમાં પણ જઇ ચૂક્યા છે.

18 વર્ષે સલમાન નિર્દોષ
નોંધનીય છે કે હાઇકોર્ટે આ કેસમાં 18 વર્ષે સલમાન ખાનને નિર્દોષ જાહેર કર્યો હતો. અને તે પછી જ રાજસ્થાન સરકારે આ નિર્ણયને પડકારતા સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. જો કે આ સમગ્ર પ્રકરણમાં એક વાતનો ઉત્તર હજી સુધી નથી મળ્યો કે જો સલમાન ખાને કાળિયાર હરણનો શિકાર નથી કર્યો તો હરણનો શિકાર કોણે કર્યો હતો?
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
