ઓડિશામાં વધુ એક રશિયન નાગરિકનું મોત, શિપના ચેમ્બરમાં મળ્યો મૃતદેહ
ઓડિશામાં એક પછી એક રશિયન નાગરિકોના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. 50 વર્ષીય રશિયન શિપ એન્જિનિયરનું મંગળવારે મૃત્યુ થયું હતું. ઓડિશાના પારાદીપ પોર્ટ પરથી એક રશિયન વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે.
ઓડિશામાં એક પછી એક રશિયન નાગરિકોના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. 50 વર્ષીય રશિયન શિપ એન્જિનિયરનું મંગળવારે મૃત્યુ થયું હતું. ઓડિશાના પારાદીપ પોર્ટ પરથી એક રશિયન વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. નોંધનીય છે કે તાજેતરમાં ઓડિશાની એક હોટલમાં બે રશિયન નાગરિકોના મોત થયા હતા. સીઆઈડી આ મામલાની તપાસ કરી રહી છે. બંને રશિયન નાગરિકો શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામ્યા હતા. જેમાંથી એક રશિયન નાગરિક, સાંસદ અને રશિયાનો બિઝનેસમેન હતો.

પારાદીપ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ પીએલ હરનાંદે જણાવ્યું કે જહાજના માસ્ટરે અમને માહિતી આપી હતી કે મુખ્ય એન્જિનિયર સેર્ગી મિલ્યાકોવનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. તેના પરિવારને આ અંગે જાણ કરવામાં આવશે. જણાવી દઈએ કે 10 દિવસ પહેલા ઓડિશાની એક હોટલમાં બે રશિયન નાગરિકોના મોત થયા હતા. બંનેના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા હતા.
ગયા મહિને 21 ડિસેમ્બરે ચાર રશિયન નાગરિકોએ ઓડિશાની એક હોટલમાં ચેક ઇન કર્યુ હતુ. જેમાં વ્લાદિમીર બિડેનોવનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું, બે દિવસ પછી, 24 ડિસેમ્બરે, પાવેલ એન્ટોનોવનું હોટલની છત પરથી પડીને મૃત્યુ થયું હતુ. પોસ્ટ મોર્ટમ દર્શાવે છે કે આંતરિક ઈજાના કારણે તેમનું મૃત્યુ થયું હતું. બિડેનોવનું શબપરીક્ષણ દર્શાવે છે કે મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું.
CID એ અંતોવનો સ્માર્ટફોન, લેપટોપ, પાસપોર્ટ જપ્ત કર્યો છે. અગાઉ બંને રશિયન નાગરિકોના હાડકાના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. વાસ્તવમાં બંને રશિયન નાગરિકો ખ્રિસ્તી હતા, પરંતુ તેમના અંતિમ સંસ્કાર કરવાની રીતને લઈને ઘણો વિવાદ થયો હતો. CID અધિકારીએ જણાવ્યું કે અમે પાવેલના મૃત્યુની તપાસ માટે ઈન્ટરપોલની મદદ લઈ શકીએ છીએ. તપાસકર્તાઓએ સબ-ઇન્સ્પેક્ટર એસકે સિંઘની પૂછપરછ કરી છે, જે બિડેનોવના મૃત્યુ પછી હોટેલમાં સૌપ્રથમ પહોંચ્યા હતા. આ ઉપરાંત ત્રણ એમ્બ્યુલન્સ ડ્રાઈવરોની પણ પૂછપરછ કરવામાં આવી છે. રાષ્ટ્રીય માનવાધિકાર પંચે આ મામલે રિપોર્ટ મંગાવ્યો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
