રાહુલ ગાંધીની વધુ એક મુશ્કેલી વધી, વધુ એક કેસમાં હાઈકોર્ટે જવાબ માંગ્યો

નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે 2021 માં બળાત્કાર અને હત્યા પીડિતા સાથે સંબંધિત કેસમાં રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર જવાબ માંગતી રાષ્ટ્રીય બાળ અધિકાર પેનલને નોટિસ મોકલી છે. હાઈકોર્ટે સગીર બળાત્કાર અને હત્યા પીડિતાના સંબંધીઓની ઓળખ છતી કરતી ટ્વિટના સંદર્ભમાં NCPCR પાસેથી જવાબ માંગ્યો છે. હાઈકોર્ટનો આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી છે.
2021માં બળાત્કાર પીડિતાની ઓળખ છતી કરતું ટ્વીટ કર્યુ હતું. આ કેસમાં કેસમાં રાહુલ ગાંધી વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી. હવે કોર્ટે આ અરજી અંગે NCPCR પાસેથી જવાબ માંગ્યો છે. ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સચિન દત્તાની બેંચે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સને નોટિસ જારી કરીને અરજીના જવાબમાં એફિડેવિટ દાખલ કરવા ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે.
આ મુદ્દે એનસીપીસીઆરના પ્રમુખ પ્રિયંક કાનુન્ગોએ કહ્યું કે, અમે અધિકારીઓનો સંપર્ક કર્યો અને ટ્વિટર પર પણ લખ્યું. ટ્વિટરે કહ્યું કે આ ટ્વીટ હવે ભારતમાં દેખાઈ રહ્યું નથી. અમે હાઈકોર્ટને જાણ કરી છે. આજે કોર્ટે આ અંગે નોટિસ મોકલી છે અને અમે સોગંદનામા સાથે અમારું સ્ટેન્ડ રજૂ કરીશું.
અહીં તમને જણાવી દઈએ કે, 2021 માં બળાત્કાર પીડિતા અને તેના પરિવારની ઓળખના કથિત ખુલાસાને લઈને દિલ્હી હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરાઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
