ઈન્ડિયા એલાયન્સમાં વધુ એક સાંસદની એન્ટ્રી, જાણો કોણ છે વિશાલ પાટીલ?
Sangli MP Vishal Patil Supports Congress : લોકસભા ચૂંટણીમાં બીજેપીને સબક શીખવાડનારા ઈન્ડિયા એલાયન્સની સંખ્યામાં એક સાંસદનો વધારો થયો છે.
મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના પરિણામો જીતનાર એકમાત્ર અપક્ષ સાંસદે કોંગ્રેસને સમર્થન આપ્યું છે. જે બાદ INDIA ગઠબંધનના પરિવારમાં વધુ એક સાંસદનો ઉમેરો થયો છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક તસવીર પોસ્ટ કરીને મહારાષ્ટ્રમાંથી અપક્ષ તરીકે જીતેલા સાંસદને તેમના સમર્થનની માહિતી શેર કરી અને અપક્ષ સાંસદનું પક્ષમાં સ્વાગત કર્યું.
4 જૂને જાહેર થયેલા લોકસભા ચૂંટણીના પરિણામોમાં મહારાષ્ટ્રમાં સૌથી મોટો ફટકો ભાજપ અને તેની સહયોગી મહાયુતિને પડ્યો છે. ભાજપ અને તેના ગઠબંધનની 17 બેઠકો ઘટી ગઈ.
સાંગલી લોકસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર વિશાલ પાટીલ જીત્યા છે. વિશાલ પાટીલે ભાજપના ઉમેદવાર સંજયકાકા પાટીલને લગભગ એક લાખ મતોથી હરાવ્યા.
ચૂંટણી પંચની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, વિશાલ પાટીલને 5,71,666 વોટ મળ્યા, જ્યારે બીજેપીના સંજય કાકા પાટીલને 4,71,613 વોટ મળ્યા. આ રીતે વિશાલ 1,00,053 મતોના જંગી માર્જિનથી જીત્યા.
સાંગલી સીટ પર કોંગ્રેસ તરફથી ટિકિટ ન મળતાં વિશાલ પાટીલે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. જ્યાં તેમણે ભાજપના દિગ્ગજ નેતા સંજય કાકા પાટીલને હરાવ્યા હતા.
જણાવી દઈએ કે મહાવિકાસ અઘાડીમાં સીટ શેરિંગ હેઠળ આ સીટ ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના યુટીબીને આપવામાં આવી હતી. આ સ્થિતિમાં શિવસેનાએ ચંદ્રહર પાટીલને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.
આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડનેએ સાંગલીના ચૂંટાયેલા સાંસદ વિશાલ પાટીલના સમર્થનનું સ્વાગત કર્યું અને કહ્યું કે મહારાષ્ટ્રની જનતાએ ઘમંડ અને વિભાજનકારી રાજનીતિને પાઠ ભણાવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
