ગુરુગ્રામમાં બુરાડી જેવો કાંડ, પરિવારના બધા જ લોકોની ઘરમાં લાશ મળી આવી
ગયા વર્ષે દિલ્હીના બુરાડીમાં એક જ પરિવારના 11 લોકોની લાશ મળી આવવાને કારણે હડકંપ મચી ગયો હતો. આવી જ ઘટના હવે હરિયાણાના ગુરુગ્રામમાં જોવા મળી છે.
ગયા વર્ષે દિલ્હીના બુરાડીમાં એક જ પરિવારના 11 લોકોની લાશ મળી આવવાને કારણે હડકંપ મચી ગયો હતો. આવી જ ઘટના હવે હરિયાણાના ગુરુગ્રામમાં જોવા મળી છે. મળતી જાણકારી અનુસાર અહીં એક યુવકે પરિવારના ત્રણ લોકોની હત્યા કરીને પોતાને ફાંસી પર લટકાવી દીધો. મૃતકની ઓળખ ડોક્ટર પ્રકાશ સિંહ તરીકે થઇ છે, જેમની લાશ પરિવારના ત્રણ સદસ્યો સાથે આજે સવારે ગુરુગ્રામના સેક્ટર 49 પાસે મળી આવી.

લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી
શરૂઆતી જાણકારી અનુસાર પ્રકાશ હૈદ્રાબાદની એક કેમિકલ ફેક્ટરીમાં કામ કરતો હતો જયારે તેની પત્ની એક પ્રાઇવેટ સ્કૂલ ચલાવતી હતી. પોલીસે બધી જ લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. આપને જણાવી દઈએ કે બુરાડીમાં આ પ્રકારે જ પરિવારના બધા જ લોકોની લાશ મળી આવવાને કારણે હડકંપ મચી ગયો હતો.

દિલ્હીના બુરાડીમાં શું થયું
દિલ્હીના બુરાડી વિસ્તારમાં આ વર્ષે જ જુલાઈ મહિનામાં ઘરની અંદર પરિવારના 11 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ નારાયણ દેવી (77), તેમની દીકરી પ્રતિભા (57) અને બે દીકરા ભાવનેશ (50) અને લલિત ભાટિયા (45)ના રૂપમાં થઈ છે. ભાવનેશની પત્ની સવિતા (48), તેમના ત્રણ બાળકો મીનૂ (23), નિધિ (25) અને ધ્રુવ (15) લલિત ભાટિયાની પત્ની ટીના (42) અને તેનો 15 વર્ષનો દીકરો શિવમ, પ્રતિભાની દીકરી પ્રિયંકા (33)નો પણ મૃતદેહ મળી આવ્યો હતો. પ્રિયંકાની ગયા વર્ષે જ સગાઈ થઈ હતી અને આ વર્ષના અંતમાં તેના લગ્ન થનાર હતાં.

અંધવિશ્વાસ
ખરેખર બુરાડીના જે મકાનમાં પરિવારના 11 સદસ્યોની લાશ મળી આવી તે મકાનના બહારની ભાગ તરફ ઘરની અંદરથી 11 પ્લાસ્ટિક પાઇપ બહાર તરફ નીકળેલા હતા. આ પાઈપોમાંથી સાત પાઈપના મોઢા નીચે તરફ હતા ત્યારે ચાર પાઈપોના મોઢા સામે તરફ હતા. ત્યારપછી હત્યાકાંડમાં અંધવિશ્વાસનું કારણ પણ બહાર આવ્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
