કયા કારણોસર થઇ અણ્ણા-કેજરીવાલની તકરાર?
નવી દિલ્હી, 20 નવેમ્બરઃ આજથી બે વર્ષ પહેલા ભારતમાં એક મોટું જનઆંદોલન થયુ હતું, જેનો અવાજ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વ ભરના લોકોના કાનો સુધી પહોંચ્યો. એક અનોખા અને મોટા ગૈરરાજકીય આંદોલનના મુખિયા જરૂર અણ્ણા હજારે હતા, પરંતુ તેમનો પડછાયો બનેલા અરવિંદ કેજરીવાલે પણ આંદોલનને સફળ બનાવવામાં કોઇ કસર છોડી નહી, ત્યારબાદ કેજરીવાલ દેશના યુવાઓના નાયક બની ગયા હતા.
પરંતુ આજે એ જ ગુરુ અને ચેલાની જોડીમાં તણાવ શા માટે આવી ગયું છે? ક્યારેક સીડી, સિમ કાર્ડ અથવા તો પૈસાને લઇને બન્ને વચ્ચેની તકરાર સામે આવી રહી છે. જો કે વિચારશિલ વાત એ છે કે આખરે આ બન્ને વચ્ચેના ઝઘડાનુ કારણ શું માત્ર સીડી, સિમ કાર્ડ અથવા તો પૈસા જ છે?
જે પ્રકારે બન્નેનો ઝઘડો સામે આવી રહ્યો છે અને તેને જોઇને લાગતુ નથી કે બન્ને વચ્ચે આ જ કારણે મતભેદ છે. પરંતુ જો અન્ય કારણો છે, તો પછી એ બીજા કારણો છે કયા? રાજકિય પંડીતોની ચર્ચાને માનીએ તો બન્ને વચ્ચેના ઝઘડાનું કારણ પૈસા નથી પરંતુ ઇગો છે. કારણ ગમે તે હોય પરંતુ સત્ય તો એ છે કે આજે અણ્ણા અને કેજરીવાલ મિત્રતાના કારણે નહીં પરંતુ દુશ્મનાવટના કારણે લોકોની વચ્ચે ચર્ચામાં છે, જેનું નુક્સાન અણ્ણાને તો નહીં પરંતુ કેજરીવાલને દિલ્હીની ચૂંટણીમાં થઇ શકે છે.

અણ્ણા-કેજરી આમને સામને
નોંધનીય છે કે, સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારે અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ મંગળવારે ઇન્ડિયા અગેંસ્ટ કરપ્શન આંદોલન દરમિયાન એકત્ર થયેલા ઘનને લઇને આમને સામને આવી ગયા.

...તો કેજરીવાલ ચૂંટણીમાંથી બહાર થઇ જશે
હજારેએ પ્રશ્ન ઉઠાવતા સ્પષ્ટ કર્યું કે, તેમને અરવિંદની નિષ્ઠા પર કોઇ શંકા નથી. સામાજિક કાર્યકર્તામાંથી નેતા બનેલા કેજરીવાલે કહ્યું કે, જો એ વાત સાબિત થઇ જાય કે, આઇએસી આંદોલન દરમિયાન એકત્ર કરવામાં આવેલા ઘનનો ઉપયોગ પાર્ટી માટે કરવામાં આવ્યો છે, તો તેઓ ચૂંટણીમાંથી બહાર જશે.

ખાનગી પત્રને સાર્વજનિક કરાયો
મહારાષ્ટ્ર સ્થિત પોતાના ગામ રાલેગણ સિદ્ધિમાં મીડિયા સાથે વાતચીત કરતા હજારેએ આરોપ પ્રત્યારોપને ધ્યાનમાં રાખતા કહ્યું કે, મે ક્યારેય નથી કહ્યું કે અરવિંદ ભ્રષ્ટ છે અથવા તો તે મારા નામ પર ફંડ એકઠું કરે છે. મને થોડીક શંકા છે, તેથી મે તેને પત્ર લખ્યો. આ પત્ર ખાનગી હતો અને તેમણે તેને સાર્વજનિક કરી નાંખ્યો.

12 દિવસના અનશનની ઘટના તરફ અણ્ણાનો ઇશારો
નવી દિલ્હીના રામલીલા મેદામાં 12 દિવસ સુધી ચાલેલા પોતાના આમરણ અનશન તરફ ઇશારો કરતા હજારે એ કહ્યું કે, મને જણાવવામાં આવ્યું હતું કે, ઇન્ડિયા અગેંસ્ટ કરપ્શન આંદોલન દરમિયાન મારા નામ પર માત્ર સિમ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા, જેના વેચાણમાંથી ઘન એકઠું કરવામાં આવ્યું. કોઇએ સિમ કાર્ડ્સને લઇને કોઇએ અદાલતમાં અરજી દાખલ કરી છે.

આઇએસીના ધનને લઇને ઓડિટ કરાવવા તૈયાર
આ તરફ દિલ્હીમાં કેજરીવાલે કહ્યું કે, આઇએસી દરમિયાન એકત્ર ધનનું અનેકવાર ઓડિટ કરવામાં આવ્યુ, હું ફરીથી તપાસ કરાવવા તૈયાર છું, પરંતુ હવે એ જનતા સમક્ષ આવવું જોઇએ. જો હું દોષી જાહેર થઉ તો હું ચૂંટણી નહીં લડું. કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રથી મુખ્યમંત્રી શિલા દીક્ષિત વિરુદ્ધ મેદાનમાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
