અણ્ણા હજારેએ મહારાષ્ટ્રમાં 25000 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો, અમિત શાહને લખ્યો પત્ર
અણ્ણા હજારેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને સમગ્ર કેસની સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા તપાસ કરાવવાની માંગણી કરી છે.
પૂણે : સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ આરોપ લગાવ્યો છે કે, મહારાષ્ટ્ર કોઓપરેટિવ સુગર મિલમાં 25 હજાર કરોડનું કૌભાંડ થયું છે. આ સંદર્ભમાં અણ્ણા હજારેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને સમગ્ર કેસની સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા તપાસ કરાવવાની માંગણી કરી છે.

અમિત શાહને લખેલા પત્રમાં અણ્ણા હજારેએ જણાવ્યું હતું કે, રાજકારણીઓની મિલીભગતથી સુગર મિલોના વેચાણ સામે અમે શરૂઆતથી વિરોધ કરી રહ્યા છીએ, આ ખાંડ મિલોને 2009થી ગેરવાજબી ભાવે વેચવામાં આવી રહી છે."
મહારાષ્ટ્ર સરકાર આ 25 હજાર કરોડ રૂપિયાના કૌભાંડ સામે કાર્યવાહી નહીં કરે તો કોણ કરશે
અન્ના હજારેએ જણાવ્યું હતું કે, વર્ષ 2017માં અમે મુંબઈમાં આ સંબંધમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જે બાદ આ કેસની તપાસ માટે ડીઆઈજી રેન્કના અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ બે વર્ષની તપાસ બાદ તપાસનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને જણાવાયું હતું કે, શેરડી મિલોના વેચાણમાં કોઈ ગેરરીતિ થઈ નથી. અણ્ણા હજારેએ જણાવ્યું હતું કે, જો મહારાષ્ટ્ર સરકાર આ 25 હજાર કરોડ રૂપિયાના કૌભાંડ સામે કાર્યવાહી નહીં કરે તો કોણ કરશે.
સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ખેડૂતોની સુધારણા અને સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સહકાર મંત્રાલયની રચના કરી હતી.
અમારું માનવું છે કે, કેન્દ્ર સરકાર માટે મહારાષ્ટ્રમાં સુગર મિલોના વેચાણ અંગે ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા તપાસ કરાવવી એ એક સારું ઉદાહરણ હશે. જો કે, અણ્ણા હજારેએ તેમના પત્રમાં સહકારી ખાંડ મિલોના નામનો ઉલ્લેખ કર્યો નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
