આંધ્રમાં સીટ શેરિંગ પર બની વાત, 6 પર ભાજપ, 17 સીટો પર ટીડીપી લડશે લોકસભા ચૂંટણી, જાણો JSPની સ્થિતિ
Lok Sabha Elections 2024: આંધ્રપ્રદેશમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સહયોગીઓએ સોમવારે લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે સીટ વહેંચણીની ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. કરાર મુજબ, ભારતીય જનતા પાર્ટી (BJP) છ લોકસભા અને 10 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે એન ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (TDP) 17 સંસદીય અને 144 રાજ્યની બેઠકો પર ચૂંટણી લડશે.
કરાર હેઠળ, અભિનેતા-રાજકારણી પવન કલ્યાણની જનસેના પાર્ટી (JSP) ને બે લોકસભા બેઠકો અને 21 વિધાનસભા બેઠકો મળી હતી. તમને જણાવી દઈએ કે રાજ્યમાં લોકસભાની 25 અને વિધાનસભાની 175 બેઠકો છે.

તમને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સહિત બીજેપી નેતૃત્વ વચ્ચે વ્યસ્ત ચર્ચા ચાલી રહી હતી. 9 માર્ચે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં TDPની NDAમાં વાપસીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
સોમવારે અમરાવતીમાં સીટ-વહેંચણીની ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂપ આપવા માટે બીજી બેઠક યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજયંત પાંડા, ટીડીપી વડા ચંદ્રાબાબુ નાયડુ અને જેએસપી પ્રમુખ પવન કલ્યાણ હાજર હતા.
2024ની ચૂંટણી પહેલીવાર હશે જ્યારે ત્રણ પક્ષો એકસાથે ચૂંટણી લડી રહ્યા છે. 2014માં જ્યારે ટીડીપી અને ભાજપે સાથે મળીને ચૂંટણી લડી હતી, ત્યારે જનસેનાએ તેમને બહારથી ટેકો આપ્યો હતો.
સીટ શેરિંગ ફોર્મ્યુલા
પાર્ટી: લોકસભા સીટો: વિધાનસભા સીટ
ભાજપ: 6:10
ટીડીપી: 17:144
જેએસપી: 2:21
આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ સીએમ અને ટીડીપી નેતા ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે ભાજપ, ટીડીપી અને જેએસપીએ અમરાવતીમાં સીટની વહેંચણી માટે જબરદસ્ત ફોર્મ્યુલા બનાવી છે. હું આંધ્રની જનતાને આ ગઠબંધન અને સીટની વહેંચણી પર આશીર્વાદ વરસાવવાની માંગ કરુ છુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
