Video: હૉસ્ટેલમાં એકલા છાત્રને બેરહેમીથી માર્યો, વીડિયો વાયરલ થયા બાદ ચારેય ધરપકડ
ખાનગી એન્જિનિયરીંગ કૉલેજની હૉસ્ટેલમાંથી એક ખૂબ જ દર્દનાક વીડિયો સામે આવ્યો છે.
હૈદરાબાદઃ ખાનગી એન્જિનિયરીંગ કૉલેજની હૉસ્ટેલમાંથી એક ખૂબ જ દર્દનાક વીડિયો સામે આવ્યો છે. જેમાં કૉલેજના છાત્રને હૉસ્ટેલના એક રુમની અંદર ચાર હેવાનો બેરહેમીથી મારી રહ્યા છે. નિર્દયી કપાતરોએ અંકિત નામના છાત્રના શરીર પર લોખંડના ડબ્બાથી ડામ દેવાનુ વિકૃત કૃત્ય પણ કર્યુ છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ આ મામલે કૉલેજના પ્રાચાર્ય અને મેનેજમેન્ટની પૂછપરછ કરવામાં આવી રહી છે. મારપીટના આરોપી છાત્રોની ધરપકડ કરવામાં આવી છે. (બધા ફોટો - વીડિયો ગ્રેબ)

એકલા છાત્રને હૉસ્ટેલના રુમમાં માર્યો
એનડીટીવીના રિપોર્ટ મુજબ ઘટના આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના ભીમાવરમમાં એક ખાનગી એન્જિનિયરીંગ કૉલેજની છે. વીડિયોમાં જોઈ શકાય છે કે છાત્ર હુમલાખોર હેવાનોની માફી માંગી રહ્યો છે પરંતુ તેમછતાં એ લોકો સતત તેને મારી રહ્યા છે. છાત્રનુ શર્ટ પણ ફાટી ગયેલુ દેખાઈ રહ્યુ છે. તેના શરીર પર ગરમ લોખંડના ડબ્બાથી ડામ દેવામાં આવ્યા છે.

છાત્ર દયાની ભીખ માંગતો રહ્યો, હેવાનો મારતા રહ્યા
વાયરલ વીડિયોમાં પીડિત છાત્રને દયાને ભીખ માંગતો, મદદની પોકાર કરતો અને માફી માંગતો જોઈ શકાય છે. હુમલાખોર છાત્રો કોઈ દયા બતાવ્યા વિના એકલા છાત્રને સતત મારતા રહે છે.

કમ્ય્યુટર સાયન્સના વિદ્યાર્થી
રિપોર્ટ મુજબ પીડિત અને બધા આરોપ છાત્રો એકઆરકેઆર એન્જિનિયરીંગ કૉલેજમાં કમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહ્યા છે. આ ઘટના કથિત રીતે થોડા દિવસ પહેલાની છે. મારપીટનો વીડિયો વાયરલ થયા બાદ કૉલેજ હૉસ્ટેલમાં અમાનવીય હરકતનો પર્દાફાશ થયો છે.

આખા શરીરે ઈજાના નિશાન
SRKR એન્જિનિયરિંગ કોલેજમાં હેવાનિયત મામલે એનડીટીવીના અહેવાલ મુજબ પીડિત વિદ્યાર્થીની ઓળખ અંકિત તરીકે થઈ છે. વિદ્યાર્થીના આખા શરીર પર ઉઝરડા છે. તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પીડિતની છાતી અને હાથ પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા.

લાકડી ઉપરાંત પીવીસી પાઈપથી માર્યો
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ કેસમાં શંકા છે કે ચાર હુમલાખોર વિદ્યાર્થીઓએ પીડિત અંકિતને મારવા માટે લાકડીઓ ઉપરાંત પીવીસી પાઇપનો ઉપયોગ કર્યો હતો. લોખંડની ગરમ પેટીનો ઉપયોગ કરીને તેના શરીરે ડામ દેવામાં આવ્યા છે. જો કે સમાચાર લખાય છે ત્યાં સુધી આ ક્રૂરતાનુ કારણ સ્પષ્ટ થયુ નથી.
Watch: In a horrific incident, an engineering student was beaten up by fellow students with sticks & PVC pipes & allegedly burned with a hot iron box.
— South First (@TheSouthfirst) November 5, 2022
The students belong to SRKR Engineering College of Andhra Pradesh.
Police have initiated a probe based on the viral video pic.twitter.com/YVsX5qb8MV
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
