પંજાબઃ મોગાના લંગિયાના ખુર્દ ગામ પાસે મિગ 21 વિમાન થયુ ક્રેશ, પાયલટનુ મોત, IAFએ આપ્યા તપાસના આદેશ
પંજાબના મોગામાં મોડી રાતે 1 વાગે ફાઈટર જેટ મિગ 21 દૂર્ઘટનાનો શિકાર થઈ ગયુ છે.
ચંદીગઢઃ પંજાબના મોગામાં મોડી રાતે 1 વાગે ફાઈટર જેટ મિગ 21 દૂર્ઘટનાનો શિકાર થઈ ગયુ છે. મળતી માહિતી મુજબ મિગ 21 ઉડાન ભર્યા બાદ મોગા જિલ્લામાં લંગિયાના ખુર્દ ગામ પાસે ક્રેશ થયુ. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. એરફોર્સના અધિકારીઓ ઘટના સ્થળ પર છે. મીડિયા રિપોર્ટ મુજબ એર ટ્રેનિંગ સેશન દરમિયાન પાયલટ અભિનવે મિગ 21થી રાજસ્થાનના સૂરતગઢ માટે ઉડાન ભરી હતી પરંતુ એ પહેલા જ મોગામાં ક્રેશ થઈ ગયુ. આ દૂર્ઘટનામાં કેપ્ટન અભિનવ ચૌધરીનુ મોત થઈ ગયુ છે. શુક્રવારે સવારે પાયલટ અભિનવ ચૌધરીનો મૃતદેહ મેળવી લેવાયો છે.

આ અંગે ભારતીય વાયુસેનાના અધિકારીએ નિવેદન આપ્યુ છે કે પંજાબના મોગા પાસે કાલે મોડી રાતે ભારતીય વાયુસેનાનુ એક મિગ-21 લડાકુ વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. દૂર્ઘટના વખતે વિમાન નિયમિત પ્રશિક્ષણ ઉડાન પર હતુ. આ દૂર્ઘટનામાં પાયલટ અભિનવ ચૌધરીના મોત પર વાયુસેનાએ ઉંડુ દુઃખ પ્રગટ કર્યુ છે. તેમણે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
મિગ-21 લડાકુ વિમાન દૂર્ઘટના ગ્રસ્ત
એવુ નથી કે પહેલી વાર મિગ વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ હોય, આ પહેલા પણ મિગ ક્રેશ થવાના સમાચારો આવતા રહે છે. માર્ચ 2021માં જ ભારતીય વાયુસેનાનુ મિગ-21 લડાકુ વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ હતુ જેમાં કેપ્ટનનો જીવ જતો રહ્યો હતો. આ પહેલા જાન્યુઆરીમાં રાજસ્થાનના સૂરતગઢમાં વાયુસેનાનુ મિગ-21 બાઈસન ક્રેશ થયુ હતુ. એ વખતે ઉડાન દરમિયાન વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી.
મિગ-21 ઈન્ડિયન એરફોર્સનુ બેકબોન કહેવાતુ
ઉલ્લેખનીય છે કે એક જમાનામાં જેટ મિગ 21ને ઈન્ડિયન એરફોર્સનુ બેકબોન કહેવામાં આવતુ હતુ પરંતુ હવે આ વિમાન જૂનુ થઈ ગયુ છે. અપગ્રેડ છતાં આ વિમાન ના તો વૉર માટે ફિટ છે અને ના ઉડાન માટે.
બાપરે! એન્ટાર્કટિકામાં 170 કિમી લાંબો આઇસબર્ગ ટૂટ્યો
ખાસ વાતો
- વર્ષ 1963માં આ મિગ 21 વાયુસેનામાં કમિશન થયુ હતુ.
- મિકોયાન-ગુરેવિચ મિગ-21 એક સુપરસોનિક લડાકુ જેટ વિમાન છે.
- આના નિર્માણકર્તા મિકોયાન-ગુરેવિચ છે.
- છેલ્લા ઘણા સમયથી આ વિમાન દૂર્ઘટનાનો શિકાર બની રહ્યુ છે. છેલ્લા 5 વર્ષોમાં 483થી વધુ વિમાન દૂર્ઘટનાનો શિકાર થઈ ચૂક્યા છે જ્યારે 170થી વધુ પાયલટોના જીવ પણ જઈ ચૂક્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
