શ્રીનગરના નૌગાંવ એનકાઉન્ટરમાં એક આતંકી ઠાર, અથડામણ હજુ પણ ચાલુ
આજે સવારે પોલિસ અને સુરક્ષાબળોની આતંકવાદીઓ સાથે અથડામણ શરુ થઈ ગઈ છે.
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના નૌગામથી એક મોટા સમાચાર આવી રહ્યા છે જ્યાં આજે સવારે પોલિસ અને સુરક્ષાબળોની આતંકવાદીઓ સાથે અથડામણ શરુ થઈ ગઈ છે. આ અંગેની માહિતી ખુદ કાશ્મીર ઝોન પોલિસે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર આપી છે. પોલિસ અને સુરક્ષાબળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે અને બંને તરફથી જોરદાર ફાયરિંગ થઈ રહ્યુ છે. તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા જ સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં લશ્કર-એ-તૈયબાનો એક આતંકવાદી ઓવૈસ રાજા માર્યો ગયો હતો. તેની પાસે ભારે માત્રામાં દારુગોળો મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સ, ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલિસે આતંકવાદીઓના ખાતમા માટે સંયુક્ત અભિયાન ચલાવ્યુ છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધી 200થી વધુ ખૂંખાર આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે.
5 આતંકવાદીઓને ગોળીઓથી ઠાર માર્યા
આ વર્ષના જાન્યુઆરી મહિનામાં સુરક્ષાબળોના જવાનોએ 5 આતંકવાદીઓને ગોળીઓથી ઠાર કરી દીધા હતા. વાસ્તવમાં કૂલગામ જિલ્લાના હસનપોરામાં શંકાસ્પદ આતંકવાદીઓએ હેડ કૉન્સ્ટેબલ અલી મોહમ્મદ ગનીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી ત્યારબાદ જ સુરક્ષાબળોએ આખા વિસ્તારની ઘેરાબંધી કરીને 5 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તમને જણાવી દઈએ કે સુરક્ષાબળોનો હેતુ ઘાટીને આતંકમુક્ત કરાવવાનો છે અને આના કારણે કાશ્મીરમાં સતત આતંકી મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે.
An encounter broke out between terrorists and security forces at Nowgam area of Srinagar: Jammu & Kashmir Police
— ANI (@ANI) March 16, 2022
(Visuals deferred by unspecified time) pic.twitter.com/XZWq0CPOvj
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
