અમૂલ દૂધમાં દર વર્ષે 7થી 8 ટકાનો વધારો ઝીંકાશે
ગાંધીનગર, 6 ઓક્ટોબર : અમૂલ દૂધનું માર્કેટિંગ કરતી જીસીએમએમએફ (ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન)દ્વારા ખરીદવામાં આવતા દૂધની કિંમતમાં દર વર્ષે કરવામાં આવતા વધારાને પગલે હવે દર વર્ષે અમૂલ દૂધના ભાવમાં પણ વધારો ઝીંકાશે.
આ નિર્ણય અંગે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડાયરેક્ટર આર.એસ. સોઢીએ જણાવ્યું હતું કે જીસીએમએમએફની દૂધની ખરીદીની કિંમતના વધારાની સીધી અસર કે બોજ ગ્રાહકો પર પડશે. પશુપાલકાને વધુ વળતર આપવા માટે તેમજ ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થવાના કારણે ભાવમાં વધારો કરવો પડશે.
છેલ્લાં સાત વર્ષ દરમિયાન અમૂલ દૂધના ભાવમાં બમણાથી વધારે ભાવવધારો નોંધાયો છે પરંતુ હવે ગ્રાહકોએ દર વર્ષે અમૂલ દૂધના ભાવમાં પ્રતિલિટર રૂપિયા 4થી 5ના ભાવવધારા માટે તૈયાર રહેવું પડશે. જીસીએમએમએફના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે જો આ પરિસ્થિતિ આજ પ્રમાણે રહેશે તો આગામી 10 વર્ષમાં દૂધનો ભાવ પ્રતિલિટર 100 રૂપિયા સુધી થઈ જશે તેવા સંકેત મળી રહ્યા છે.

ઘાસચારો મોંઘો થયો છે. ઉત્પાદનખર્ચમાં વધારો થઈ રહ્યો છે. દૂધના ઉત્પાદન અને ખરીદીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. પશુપાલકોને વધારેમાં વધારે વળતર મળે અને ખેડૂતો દૂધના ઉત્પાદનને વધારવા માટે સતત કાર્યશીલ રહે તે માટે દૂધ ઉત્પાદકો પાસેથી ખરીદવામાં આવતાં દૂધના ભાવમાં સતત તેમને વધારો આપવો પડે છે. આ કારણે જ દૂધના વેચાણભાવમાં પણ સતત વધારો કરવો પડે છે.
ચાલુ વર્ષે દૂધની ખરીદીમાં 13 ટકાનો વધારો થયો છે. દરરોજ 150 લાખ લિટર દૂધ અમૂલ ખરીદી કરે છે. દૂધનો ખરીદનો ખર્ચ સતત વધી રહ્યો છે. અમૂલે 160 લાખ લિટરથી વધારે ખરીદીનું પ્રોક્યોરમેન્ટ નોંધાવ્યું છે. માટે હવે વેચાણ ભાવમાં વધારો કરવો પડી રહ્યો છે.
સોઢીએ આ વાત ગાંધીનગર ખાતે ગુજરાત ગ્લોબલ એગ્રિકલ્ચર સમિટમાં ડેરી ઉત્પાદન અંગેના સેમિનાર દરમિયાન કરી હતી. તેમણે જણાવ્યું કે એફડીઆઈના કારણે ભારતમાં પશુપાલકોને નુકસાન થવાની શક્યતા વધી રહી છે. અમેરિકામાં ગ્રાહકો દૂધ માટે જેટલો પણ ખર્ચ કરે છે તેના 38 ટકા રકમ ખેડૂતોને મળે છે. ભારતમાં સહકારી દૂધ ઉદ્યોગ હોવાના કારણે 80થી 85 ટકા નાણાં પશુપાલકોને મળે છે. જયારે અમેરિકામાં કંપની જ મોટો નફો કરી લે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
