આપવીતીઃ ચારેતરફ ચીસાચીસ, ચીથરાઓમાં શોધી રહ્યા હતા પોતાના પરિવારને લોકો
હ્રદય કંપાવનારી દૂર્ઘટના બાદ જે ફોટા સામે આવ્યા તેને જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઈ જશે.
વિજયાદશમીના દિવસે રાવણદહન જોવા પહોંચેલા તે લોકોને ક્યાં ખબર હતી કે તેમના પર મુસીબતોનો એવો પહાડ તૂટી પડશે જેની કલ્પના કદાચ કોઈએ નહિ કરી હોય. આ હ્રદય કંપાવનારી દૂર્ઘટના બાદ જે ફોટા સામે આવ્યા તેને જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઈ જશે. અમૃતસર રેલ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 61 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 70 થી વધુ લોકો ઘાયલ છે. તેમાંથી 40 વ્યક્તિઓની હાલત અત્યંત ગંભીર છે અને તે જીવન અને મૃત્યુ વચ્ચે હોસ્પિટલમાં ઝઝૂમી રહ્યા છે. ઘટનાસ્થળ પર લોકો ચિંતાતુર પોતાના પરિવારને શોધી રહ્યા હતા. તેમને સમજાતુ નહોતુ કે રેલના પાટા પર અને આસપાસ પડેલા શરીરના ટુકડાઓ વચ્ચે પોતાના પરિવારની ઓળખ કરે. ચારે તરફ ચીસો, બૂમો, માતમ અને શોકમાં ડૂબેલા લોકો...

ચીથરાઓ વચ્ચે પોતાનાને શોધી રહેલી શોકમાં ડૂબેલી આંખો
લોકો લાશ પરથી કપડાંના ટૂકડા ઉઠાવીને પોતાના પરિજનોની ઓળખ કરવાની કોશિશ કરી રહ્યા હતા. પરંતુ અત્યંત ગંભીર રીતે કચડાઈ ગયેલા શરીરને પરિજન પણ ઓળખવામાં પોતાને અસહાય અનુભવતા હતા. પાટા પાસે કોઈના પગ પડ્યા હતા તો હાથ ક્યાંક દૂર જઈને પડ્યા હતા. તે લોકો રાતના અંધારામાં કંઈ શોધી શકતા નહોતા. જે રીતે ઝડપથી ડીએમયુએ લોકોને કચડ્યા હતા ત્યારબાદ તેની ઓળખ કરવી ખૂબ મુશ્કેલ કામ હતુ.

રોતી-કકળતી મા આખી રાત શોધતી રહી પોતાના પુત્રને
ઘટનાસ્થળ પર એક માની હાલત જોઈને દરેક જણ સ્તબ્ધ હતા. મા બિચારી પોતાના જિગરના ટુકડાને શોધવાની કોશિશ કરી રહી હતી. ક્યારેક તે પોતાના પુત્રની વાત કરતા કરતા હસી પડતી તો બીજી જ પળે આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગતી. મા કહી રહી હતી, ‘ગુલ્લુ ઘરે કહીને ગયો કે ટ્રેક પાસે રોકાઈને રાવણને બળતો જોશે.' રોતી કકળતી મા પોતાના ગુલ્લુનો શોધી રહી હતી. સ્થાનિક લોકોનું કહેવુ હતુ કે ગુલ્લુની મોડી રાત સુધી કોઈ ભાળ મળી નહોતી.

તરસેમ સિંહે પોતાના પૌત્રને ગુમાવી દીધો
આ ભીષણ રેલ દૂર્ઘટનામાં તરસેમ સિંહે પોતાના 15 વર્ષના પૌત્રને ગુમાવી દીધો. તરસેમ સિંહને વિશ્વાસ નહોતો થતો કે તેમનો પૌત્ર હવે પાછો નહિ આવે. તેઓ કહે છે કે પૌત્ર સવારથી જીદ કરી રહ્યો હતો કે તે દશેરા જોવા જશે. પરંતુ તેમણે ના પાડી દીધી હતી. પરંતુ સાંજે ચૂપચાપ તે રાવણદહન જોવા નીકળી ગયો. તરસેમ જણાવે છે કે જ્યારે સાંજે માલુમ પડ્યુ કે રેલવે ટ્રેક પર ટ્રેન નીચે ઘણા લોકો દબાઈ ગયા છે તો ડરી ગયા. તેમણે જણાવ્યુ કે ટ્રેક પર તેમના પૌત્રની લાખ મળી. તેમણે અફસોસ એ વાતનો હતો કે કાશ તે પૌત્રને ઘરમાંથી નીકળતા રોકી શકતા તો આજે તે એમની વચ્ચે હોત.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
