અમૃતપાલ સિંહના કાકા અને ડ્રાઈવરે પંજાબ પોલીસ સામે કર્યુ સરેન્ડર
ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહના ડ્રાઈવર હરપ્રીત અને કાકા હરજીતે મેહતપુરમાં પંજાબ પોલીસ સામે સરેન્ડર કરી દીધુ છે.

Amritpal Singh uncle driver surrender: અલગાવવાદી નેતા અને 'વારિસ પંજાબ દે'ના પ્રમુખ અમૃતપાલ સિંહના ડ્રાઈવર હરપ્રીત અને કાકા હરજીતે મેહતપુરમાં પંજાબ પોલીસ સામે સરેન્ડર કરી દીધુ છે. સૂત્રો મુજબ કાલે રાતે તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. જ્યારે ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહને પકડવા માટે રાજ્યમાં ત્રીજા દિવસે પણ સર્ચ અભિયાન ચાલુ છે. પંજાબ પોલીસે તેને ભાગેડુ જાહેર કર્યો છે.
પંજાબ પોલીસના જણાવ્યા મુજબ 'વારિસ પંજાબ દે' સંગઠન વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે 19 માર્ચે વધુ 34 ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં અમૃતપાલ સિંહના કુલ 112 સહયોગીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રવિવારે સમગ્ર પંજાબમાં ફ્લેગ માર્ચ અને શોધખોળ હાથ ધરી હતી અને સીઆરપીસીની કલમ 144 લાગુ કરી હતી. આસામમાં અમૃતપાલ સિંહના કેટલાક સમર્થકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
પંજાબ સરકારે મોબાઈલ ઈન્ટરનેટ અને એસએમએસ સેવાઓ પરનો પ્રતિબંધ સોમવાર બપોર સુધી લંબાવ્યો છે. પંજાબ પોલીસે શનિવારે મોટાપાયે કાર્યવાહી શરૂ કરી ત્યારથી અમૃતપાલ સિંહ ફરાર છે. પોલીસે તેને જાહેર ગુનેગાર જાહેર કર્યો છે. અમૃતપાલ સિંહ અને તેના સમર્થકોએ અમૃતસર નજીકના અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યાના અઠવાડિયા પછી આ કાર્યવાહી થઈ છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?







Click it and Unblock the Notifications
