આજે દુનિયામાં કોઈ પણ ભારતની સીમા કે સેના સાથે પંગો લેવાની હિંમત ના કરી શકેઃ દુશ્મન દેશોને અમિત શાહે ચેતવ્યા

અમિત શાહે કહ્યુ કે, 'આજે ભારત આઝાદી પછી આંતરિક અને બાહ્ય સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી વધુ સુરક્ષિત છે કારણ કે અમારી નીતિઓ સ્પષ્ટ છે.'

amit shah

Amit Shah in India Conclave: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઈન્ડિયા કૉન્ક્લેવમાં બોલતા કહ્યુ કે આજે ભારતની સ્થિતિ ખૂબ મજબૂત છે. દુનિયામાં કોઈ પણ આજે ભારતની સીમા કે સેના સાથે છેડછાડ ના કરી શકે. અમેરિકા અને ઈઝરાયેલ બાદ ભારત એક એવો દેશ છે જેનાથી કોઈ પંગો લેવાની હિંમત નથી કરી શકતુ. અમિત શાહે પોતાના ભાષણથી દુશ્મન દેશોને ચેતવ્યા છે.

અમિત શાહે કહ્યુ કે 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તે પહેલા ભારત પાસે સંરક્ષણ નીતિ નહોતી પરંતુ આજે છે. અમિત શાહે કહ્યુ કે, 'આજે ભારત આઝાદી પછી આંતરિક અને બાહ્ય સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી વધુ સુરક્ષિત છે કારણ કે અમારી નીતિઓ સ્પષ્ટ છે. ભારતની સરહદ અને સેના સાથે આજે દુનિયામાં કોઈ છેડછાડ કરી શકે તેમ નથી. મોદીજી વડાપ્રધાન બન્યા તે પહેલા કોઈ સંરક્ષણ નીતિ નહોતી.'

અમિત શાહે કહ્યુ, 'ભારતના સ્ટ્રાઈક (હુમલા) પછી, દુનિયાને ખબર પડી કે અમેરિકા અને ઈઝરાયેલ પછી ભારત ત્રીજો દેશ છે જેની સાથે કોઈ પંગો લેવાની હિંમત કરી શકે નહીં.'

અમિત શાહે વધુમાં કહ્યુ હતુ કે, ભારત હાલમાં બાહ્ય અને આંતરિક સુરક્ષાની દૃષ્ટિએ સૌથી સુરક્ષિત દેશ છે. તેમણે કહ્યુ, 'દુનિયામાં કોઈ પણ ભારતીય સેના અને ભારતીય સરહદો સાથે રમી શકે નહીં. અમે દરેક દેશ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ઈચ્છીએ છીએ, પરંતુ સાથે જ અમે કોઈપણ પ્રકારની દખલગીરી સહન નહીં કરીએ.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X