અમિત શાહ પહોંચ્યા મુંબઈ, માધુરી દીક્ષિત સાથે કરી મુલાકાત
સંપર્ક ફૉર સમર્થન હેઠળ દેશભરમાં લોકો સાથે સંપર્ક કરી રહેલ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ અમિત શાહ બુધવારે મુંબઈમાં બોલિવુડ અભિનેત્રી માધુરી દીક્ષિતને મળ્યા.
સંપર્ક ફૉર સમર્થન હેઠળ દેશભરમાં લોકો સાથે સંપર્ક કરી રહેલ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ અમિત શાહ બુધવારે મુંબઈમાં બોલિવુડ અભિનેત્રી માધુરી દીક્ષિતને મળ્યા. અમિત શાહે માધુરી દીક્ષિત અને તેમના પતિ ડૉ. શ્રીરામ નેનેના ઘરે જઈને તેમની સાથે મુલાકાત કરી. આ દરમિયાન મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ તેમની સાથે હાજર રહ્યા. અમિત શાહ બુધવારે જ મુંબઈમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પણ મળવાના છે.

2019 ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ માટે ભાજપ 'સંપર્ક ફૉર સમર્થન' ના નામે અભિયાન ચલાવી રહી છે. આ અંતર્ગત ભાજપ નેતા લોકોને મળી રહ્યા છે અને પોતાની સરકારના કામોની જાણકારી આપી રહ્યા છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ 'સંપર્ક ફૉર સમર્થન' દરમિયાન દેશના પ્રતિષ્ઠિત લોકોને મળી રહ્યા છે. માધુરી દીક્ષિત પહેલા તે પૂર્વ સેના પ્રમુખ દલબીર સિંહ સુહાગ, સંવિધાન વિશેષજ્ઞ સુભાષ કશ્યપ, રામદેવ અને પૂર્વ ક્રિકેટર કપિલ દેવને તેમના ઘરે જઈને મુલાકાત કરી હતી.

26 મે ના રોજ મોદી સરકારના ચાર વર્ષ પૂરા થવા પર ભાજપે 'સંપર્ક ફૉર સમર્થન' શરૂ કર્યુ છે. જે અંતર્ગત પાર્ટીના ચાર હજારથી વધુ નેતા એક લાખ લોકોનો સંપર્ક કરશે. ભાજપ નેતા દેશની પ્રખ્યાત હસ્તીઓને પક્ષ અને સરકારના કામકાજથી અવગત કરાવશે. આ અભિયાન હેઠળ અમિત શાહ 50 જાણીતા લોકોની મુલાકાત કરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
