શું અમિત શાહ શ્રીનગરના લાલ ચોક પર ત્રિરંગો ફરકાવશે? જાણો સરકારે શું કહ્યું
શું અમિત શાહ શ્રીનગરના લાલ ચોક પર ત્રિરંગો ફરકાવશે? જાણો સરકારે શું કહ્યું
નવી દિલ્હીઃ મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવા અને લદ્દાખને અલગ કરી બે કેન્દ્રશાસિત રાજ્ય બનાવવાનો ઐતિહાસિક ફેસલો લીધો હતો. આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીમાં વધુ સુરક્ષાબળ તહેનાત કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન અહેવાલ મળી રહ્યા હતા કે ગૃહમંત્રી અમિત શાહ 15મી ઓગસ્ટે શ્રીનગરના લાલ ચોક પર ત્રિરંગો લહેરાવી શકે છે. જ્યારે આને લઈ સરકારે નિવેદન જાહેર કર્યું છે.

અમિત શાહનો જમ્મુ-કાશ્મીર જવાનો કોઈ પ્લાન નહિ
ન્યૂજ એજન્સી એએનઆઈએ સરકારી સૂત્રોના હવાલેથી જણાવ્યું કે ગૃહમંત્રી અમિત શાહનો 15 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીર અથવા શ્રીનગર જવાનો કોઈ પ્લાન નથી. જો કેન્દ્રીય મંત્રી અમિત શાહ સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ ચોક જઈને ત્રિરંગો લહેરાવે છે તો આ પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારનું બીજું ઐતિહાસિક પગલું હશે. અગાઉ મોદી સરકારે ઐતિહાસિક ફેસલો કરતા જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 અને 35એ હટાવી દીધા હતા.

એનએસએ અજીત ડોભાલ ઘાટીમાં
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ આર્ટિકલ 370 હટાવ્યા બાદથી ઘાટીમાં છે જ્યાં તેઓ સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે અને સુરક્ષા વ્યવસ્થાનો રિપોર્ટ મેળવી રહ્યા છે, અજીત ડોભાલ જમ્મુ-કાશ્મીરની બધી જ સ્થિતિ પર નજર રાખીને બેઠા છે. જ્યારે સૂત્રોના હવાલેથી અહેવાલ છે કે સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ ચોક પર તેઓ હાજર રહી શકે છે.
|
31મી ઓક્ટોબરે જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બની જશે
27 વર્ષ પહેલા 1992માં પાકિસ્તાન સંચાલિત આતંકી સંગઠનોની ધમકીઓ છતાં નરેન્દ્ર મોદીએ ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી સાથે શ્રીનગરના લાલ ચોક પર ત્રિરંગો લહેરાવ્યો હતો. સંસદના બંને સદનમાં પાસ થયા બાદ રાષ્ટ્રપતિ રામના કોવિંદે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન કાનૂનને મંજૂરી આપી દીધી હતી. આની સાથે જ તેને લઈ રાષ્ટ્રપતિ તરફથી ગેજેટ નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ 31 ઓક્ટોબરે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશના રૂપમાં અસ્તિત્વમાં આવી જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
