NRC અને NPR વચ્ચે કોઈ સંબંધ નથીઃ અમિત શાહ
NRC અને NPR વચ્ચે કોઈ સંબંધ નથીઃ અમિત શાહ
નવી દિલ્હીઃ દેશના ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે નાગરિકતા સંશોધન એક્ટને લઈ દેશમાં થઈ રહેલ વિરોધ પ્રદર્શન, પોલીસની કાર્યાહી અને ડિટેન્શન સેન્ટર સહિત કેટલાય મુદ્દાઓ પર ન્યૂઝ એજન્સી એએનઆઈને ઈન્ટર્વ્યૂ આપ્યું. એનઆરસી અને એનપીએને લઈ થઈ રહેલ વિરોધ પ્રદર્શન પર અમિત શાહે કહ્યું કે રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર વચ્ચે કોઈ સંબંધ નથી, આ વિશે હું આજે સ્પષ્ટ રીતે જણાવી દેવા માગું છું.

પીએમ મોદીના નિવેદન પર સ્પષ્ટતા આપતાં અમિત શાહે કહ્યું કે આના પર દલીલો કરવાની કોઈ જરૂરત નથી કેમ કે હજી એનઆરસી પર કોઈ ચર્ચા જ નથી થઈ, પીએમ મોદી સાચા હતા, આના પર હજી ચર્ચા થઈ નથી. મંત્રીમંડળમાં પણ એનઆરસી પર ચર્ચા નથી થઈ કે સંસદમાં પણ એનઆરસી પર ચર્ચા નથી થઈ. એનપીએ પર સરકારનું સ્ટેન્ડ સાફ કરતા અમિત શાહે કહ્યું કે 2004માં એનપીઆરમાં યૂપીએ સરકારે કાનૂન બનાવ્યો હતો, 2010માં વસ્તીગણતરી થઈ હતી, તેની સાથે જ એનપીએ પણ કરવામાં આવ્યું હતું. આ વખતે પણ તેવી રીતે જ કરાશે, આ ભાજપ સરકારે શરૂ નથી કર્યું.
તેમણે કહ્યું કે એનપીઆરના ડેટાનો ઉપયોગ સરકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે થાય છે. નાગરિકતા કાનૂનનો વિવાદ ખતમ થઈ રહ્યો છે. માટે હવે એનપીએને લઈ ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. રાજનીતિ થઈ રહી છે. એનપીઆરનું નોટિફિકેશન 31 જુલાઈએ જાહેર થયું, હવે આના પર વિવાદ કરાવવાની કોશિશ થઈ રહી છે.
અસાદુદ્દીન ઓવૈસીની આલોચના પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જો અમે કહીએ કે સૂર્ય પૂર્વથી ઉગે છે તો ઓવૈસીજી કહે છે કે પશ્ચિમથી ઉગે છે. તેઓ હંમેસા અમારા વલણનો વિરોધ કરે છે. છતાં હું તેમને ફરીથી વિશ્વાસ અપાવું છું કે સીએએનું એનઆરસી સાથે કંઈ લેવાદેવા નથી. કેરળ અને પશ્ચિમ બંગાળ દ્વારા એનપીઆર ના લાવવા પર અમિત શાહે કહ્યું કે હું વિનમ્રતાથી બંને મુખ્યમંત્રીઓને ફરીથી અપીલ કરું છું કે આવું એકેય પગલું ના ભરો અને કૃપિયા તમે ફેસલાની સમીક્ષા કરો, ગરીબોને તમારી રાજનીતિ માટે માત્ર વિકાસ કાર્યક્રમોથી બહાર ના રાખો. વધુમાં અમિત શાહે કહ્યું જનતાને જણાવવા માગું છું કે એનપીઆરનો ઉપયોગ એનઆરસી માટે ના થઈ શકે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
