અમિત શાહને પૂરો ભરોસો, તેલંગાણામાં પણ ભગવો લહેરાશે
અમિત શાહને પૂરો ભરોસો, તેલંગાણામાં પણ ભગવો લહેરાશે
તેલંગાણામાં ચૂંટણી બ્યૂગલ ફૂંકતાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે કથિત ભ્રષ્ટાચાર માટે રાજ્યની તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) સરકારે પર ભારે પ્રહારો કર્યા અને તેમના પર ચૂંટણીલક્ષી વચનો પૂરાં ના કર્યાં હોવાનો આરોપ લગાવ્યો.

અમિત શાહે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી આગલા વર્ષે થનાર રાજ્યની વિધાનસભા ચૂંટણી માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે વર્ષ 2023ની ચૂંટણીમાં ભાજપના રાજ્યની સત્તામાં આવવાનો ભરોસો જતાવ્યો.
ભાજપની તેલંગાણા એકમના અધ્યક્ષ બંડી સંજય કુમારની પદયાત્રાના બીજા તબક્કાના સમાપનના અવસર પર આયોજિત જનસભાને સંબોધિત કરતાં અમિત શાહે મતદાતાઓને ટીઆરએસને હરાવવાની અપીલ કરી અને આગલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પક્ષમાં મતદાન કરવાનું આહ્વાન કર્યું.
અમિત શાહે હ્યું કે પ્રજા સંગ્રામ યાત્રા હૈદરાબાદના નિજામને બદલવાની યાત્રા છે, આ યાત્રા પરિવારવાદની માનસિકતાની વિરુદ્ધમાં પણ છે. મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ પર નિશાન સાધતાં અમિત શાહે જનસભામાં કહ્યું, "શું આપણે તેલંગાણાના નિજામને બદલવાની જરૂરત છે કે નથી?"
ટીઆરએસ સરકાર પર અલગ તેલંગાણા આંદોલનના પ્રમુખ મુદ્દા, "જળ, કોષ અને નોકરી" આપવામાં નિષ્ફળ રહ્યા હોવાનો આરોપ લગાવતાં અમિત શાહે કહ્યું કે જો રાજ્યમાં ભાજપની સરકાર આવે છે તો આ બધા જ વચનો પૂરાં કરવામાં આવશે.
ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે આરોપ લગાવ્યો કે ટીઆરએસ સરકારનું ચૂંટણી ચિહ્ન ગાડી છે, જેનું સ્ટિયરિંગ એઆઈએમઆઈએમ નેતા અસાદુદ્દીન ઓવૈસીના હાથમાં છે. તેમણે આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ તેલંગાણાને બંગાળ બનાવવા માંગે છે. તેમણે કહ્યું કે તેલંગાણાની ચંદ્રશેખર રાવ સરકારે મોદી સરકારની યોજનાઓના નામ બદલવા સિવાય બીજું કંઈ કામ નથી કર્યું.
અમિત શાહે કહ્યું કે આ યાત્રા અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનાર ટીઆરએસ પાર્ટીને ઉખાડી ફેંકવાની યાત્રા છે. તેમણે વચન આપતાં કહ્યું કે, તેમની પાર્ટી રાજ્યમાં અલ્પસંખ્યક આરક્ષણને સમાપ્ત કરશે અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે ક્વોટા વધારશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
