ઉત્તરપ્રદેશમાં મહિલાઓ અસુરક્ષિતઃ અમિત શાહ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે લખનઉમાં જનમેદનીને સંબોધતા કહ્યું કે, સપા-બસપાના ખેલ બહુ થયા. હવે ભાજપને લાવો.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પરિવર્તન રેલીમાં જનમેદનીને સંબોધતાં કહ્યું કે, જો કઇ પ્રદેશમાં સૌથી વધુ મહેનતુ ખેડૂતો હોય તો તે ઉત્તરપ્રદેશ છે. સાથે જ તેમણે ઉત્તરપ્રદેશની સમાજવાદી પાર્ટી પર પણ પ્રહારો કર્યાં.

ઉત્તરપ્રદેશમાં આ વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીને કારણે હાલ ખૂબ તાણાવભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એક બાજુ ઉત્તરપ્રદેશમાં સરકાર ચલાવી રહેલી સમાજવાદી પાર્ટીમાં ઘમસાણ ચાલુ છે, તો બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લખનઉમાં પરિવર્તન રેલી સંબોધિત કરવા પહોંચ્યા છે. થોડી જ વારમાં નરેન્દ્ર મોદી લખનઉના રમાબાઇ આંબેડકર પાર્કમાં જનતાનું સંબોધન કરશે.
નરેન્દ્ર મોદી પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જનમેદનીને સંબોધતા સપા અને બસપા પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, દેશમાં ભાજપના શાસનકાળ દરમિયાન પરિવર્તન આવ્યું છે, હવે ઉત્તરપ્રદેશમાં પરિવર્તન લાવવાની જરૂર છે. ઉત્તરપ્રદેશમાં આજે પણ મહિલાઓ અસુરક્ષિત છે. સપા-બસપાનો ખેલ બહુ થયો, હવે ભાજપને લાવો. અમે થોડા જ મહિનાઓમાં ગુંડા રાજ ખતમ કરીશું.
નોટબંધી અંગે અમિત શાહે કહ્યું કે, વિપક્ષ કહે છે આવે નિર્ણય કેમ લીધો? પરંતુ ખરેખર તો આ નિર્ણય ગરીબોના હિતમાં લેવાયો છે. દેશમાં ભાજપના અઢી વર્ષના શાસનકાળ દરમિયાન એક પણ વાર ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો નથી.
થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનમેદનીને સંબોધશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
