બદલાતા વાતાવરણ વચ્ચે PM મોદીએ હાઈલેવલ બેઠક યોજી, IMD ને સરળ ભાષામાં હવામાન અપડેટ આપવા સૂચના
અહીં પીએમ મોદીએ હવામાન વિભાગને કહ્યું છે કે રોજ હવામાન વિભાગની આગાહી કરવામાં આવે. આ સિવાય હવામાન વિભાગની આગાહી એવી રીતે કરાય કે સામાન્ય લોકો આસાનીથી સમજી શકે.
નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમયથી દેશના કેટલાક ભાગોમાં વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. ગરમી વધવા સાથે સાથે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના પણ સમાચાર છે ત્યારે આ મુદ્દે પીએમઓમાં એક હાઈલેવલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ મોદીને આવનારા ચોમાસાને લઈને જાણકારી આપવામાં આવી. આ સિવાય વાતાવરણની ખેડૂતો અને પાક પર કેવી અસર થશે તેની માહિતી પણ અપાઈ છે.

સામે આવી રહેલા સમાચારો અનુસાર, અહીં પીએમ મોદીએ હવામાન વિભાગને કહ્યું છે કે રોજ હવામાન વિભાગની આગાહી કરવામાં આવે. આ સિવાય હવામાન વિભાગની આગાહી એવી રીતે કરાય કે સામાન્ય લોકો આસાનીથી સમજી શકે. આ સિવાય ટીવી અને રેડિયોમાં રોજ હવામાનના સમાચારો આપવા મુદ્દે પણ ચર્ચા થઈ.
આ વર્ષે રેકોર્ડહબ્રેક ગરમીની આશંકા વ્યક્ત કરઈ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને આ બેઠક યોજી હતી. આ અંગે માહિતી આપતાં વડાપ્રધાન કાર્યાલયે કહ્યું છે કે, પીએમ મોદીને ચોમાસાની આગાહી, રવિ પાક પર અસર, મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગરમીને કારણે આવનારી આફતને લગતી તૈયારીઓ અને રાહતના પગલાં વિશે જાણકારી આપવામાં આવી છે.
PM Modi stresses the need for detailed fire audits of all hospitals. He was also updated on various efforts underway across the country to prepare for disasters related to heat and mitigation measures in place: PMO pic.twitter.com/KM8S7ZUTCu
— ANI (@ANI) March 6, 2023
વડાપ્રધાન કાર્યાલયના અનુસાર, વડાપ્રધાને તમામ હોસ્પિટલોમાં વિગતવાર ફાયર ઑડિટની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. પીએમ મોદીએ ગરમી સંબંધિત આપત્તિઓની તૈયારી માટે દેશભરમાં ચાલી રહેલા વિવિધ પ્રયાસો અને રાહત પગલાં વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
