Ambedkar Jayanti: બાબા સાહેબનો સંઘર્ષ દરેક પેઢી માટે એક ઉદાહરણ બની રહેશેઃ પીએમ મોદી
દેશમાં આજે બંધારણ નિર્માતા અને ભારત રત્ન બાબા સાહેબ બીઆર આંબેડકરની જયંતિ મનાવવામાં આવી રહી છે. આ ખાસ પ્રસંગે પીએમ મોદીએ તેમને યાદ કરીને ટ્વિટ કર્યુ છે.
નવી દિલ્લીઃ આખા દેશમાં આજે બંધારણ નિર્માતા અને ભારત રત્ન બાબા સાહેબ બીઆર આંબેડકરની જયંતિ મનાવવામાં આવી રહી છે. આ ખાસ પ્રસંગે પીએમ મોદીએ તેમને યાદ કરીને ટ્વિટ કર્યુ છે. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યુ છે કે, 'ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરને તેમની જયંતિ પર શત-શત નમન. સમાજના વંચિત વર્ગોને મુખ્ય ધારામાં લાવવા માટે કરવામાં આવેલો તેમનો સંઘર્ષ દરેક પેઢી માટે એક ઉદાહરણ બની રહેશે. તેમના વિચાર અને આદર્શ ભારતના લાખો લોકોને તાકાત આપતા રહે છે.'

બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જયંતિ પર શ્રદ્ધાંજલિ!
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ બાબા સાહેબને યાદ કરીને ટ્વિટ કર્યુ છે કે, 'ભારતીય બંધારણના મુખ્ય શિલ્પી, બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ! ડૉ. આંબેડકરે સમતામૂલક ન્યાયપૂર્ણ સમાજ બનાવા માટે આજીવન સંઘર્ષ કર્યો. આજે આપણે તેમના જીવન તથા વિચારોથી શિક્ષણ ગ્રહણ કરીને તેમના આદર્શોને પોતાના આચરણમાં ઢાળવાનો સંકલ્પ લઈએ.'

આંબેડકર હિંદુ મહાર જાતિના હતા જેઓ અછૂત ગણાતા
ઉલ્લેખનીય છે કે બીઆર આંબેડકરના બાળપણનુ નામ ભીમરાવ રામજી સકપાલ હતુ કે જે તેમના પિતાએ સ્કૂલમાં લખાવ્યુ હતુ. ભીમરાવની પ્રતિભાથી પ્રભાવિત થઈને શિક્ષક કૃષ્ણ કેશવે તેમને પોતાની સરનેમ આપી હતી. આંબેડકર હિંદુ મહાર જાતિના હતા જેઓ અછૂત ગણાતા હતા અને તેમની સાથે સામાજિક અને આર્થિક રીતે ખૂબ ભેદભાવ કરવામાં આવતો હતો. બાબા સાહેબે દેશમાં બૌદ્ધ આંદોલન ચલાવ્યુ.

બાબા સાહેબ આંબેડકરના વિચારો
આંબેડકરને ભારતીય બૌદ્ધ ભિક્ષુઓની બોધિસત્વની ઉપાધિ આપી હતી. વળી, તેમને લંડન વિશ્વવિદ્યાલય દ્વારા ડૉક્ટર ઑફ સાયન્સથી નવાજવામાં આવ્યા હતા. બંધારણ નિર્માતા આંબેડકરને 31 માર્ચ 1990ના રોજ મરણોપરાંત સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. બાબા સાહેબના ઉત્તમ વિચારો હતા..
- જીવન લાંબુ હોવાના બદલે મહાન હોવુ જોઈએ.
- મને એ ધર્મ પસંદ છે જે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ શીખવતો હોય.
- એ લોકો ઈતિહાસ નથી બનાવી શકતા જે ઈતિહાસને ભૂલી જાય છે.
- શિક્ષિત બનો, સંગઠિત રહો અને ઉત્તેજિત બનો.
- ધર્મ મનુષ્ય માટે છે નહિ કે મનુષ્ય ધર્મ માટે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
