વાદળ ફાટ્યા બાદ અમરનાથ યાત્રા અટકાવાઈ, 16નાં મોત, 41 લોકો લાપતા!
અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાને કારણે અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે, જ્યારે 65 લોકો હોસ્પિટલમાં દાખલ છે. લગભગ 41 લોકો ગુમ હોવાના અહેવાલ છે.
નવી દિલ્હી, 10 જુલાઇ : અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાને કારણે અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે, જ્યારે 65 લોકો હોસ્પિટલમાં દાખલ છે. લગભગ 41 લોકો ગુમ હોવાના અહેવાલ છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ, NDRF, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ અને આર્મીના જવાનો ગુમ થયેલા લોકોની શોધ અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. આ દરમિયાન સમાચાર છે કે અમરનાથ યાત્રાને હાલ માટે અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે.

અમરનાથમાં વાદળ ફાટ્યા બાદ યાત્રા રોકી દેવામાં આવી છે. એક મુસાફરે ANIને કહ્યું, "અમારી પાસે આજનું રજીસ્ટ્રેશન છે. અમને પ્રશાસન પર વિશ્વાસ છે કે તેઓ ટૂંક સમયમાં યાત્રા શરૂ કરશે. અમને કહેવામાં આવ્યું છે કે યાત્રા આજે શરૂ થશે નહીં પરંતુ આવતીકાલ સુધીમાં યાત્રા શરૂ થવાની 99% શક્યતા છે.
તમને જણાવી દઈએ કે, શુક્રવારે સાંજે અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાના કારણે પૂરનું પાણી ભરાઈ ગયું હતું. વાદળ ફાટવાની ઘટનામાં મૃત્યુઆંક હવે વધીને 16 પર પહોંચી ગયો છે. મૃતકોમાં 7 પુરૂષો જ્યારે 6 મહિલાઓ છે. 2 મૃતદેહોની ઓળખ હજુ બાકી છે. કાટમાળમાંથી લગભગ 65 લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વાદળ ફાટવાની ઘટનાને ધ્યાનમાં રાખીને, કાશ્મીરમાં આરોગ્ય સેવા નિદેશાલયે તેના કર્મચારીઓની રજાઓ રદ કરી છે અને કર્મચારીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. આ સિવાય તમામ ઓફિસોને તેમના ફોન ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
