પાર્ટનર થી છુટકારો મેળવવા માટે અપહરણ થયાનું નાટક કર્યું
ઉત્તરપ્રદેશના અલ્હાબાદ જિલ્લામાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે, જેને પોતાના અપહરણ માટેની આખી વાર્તા તૈયાર કરી હતી.
ઉત્તરપ્રદેશના અલ્હાબાદ જિલ્લામાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે, જેને પોતાના અપહરણ માટેની આખી વાર્તા તૈયાર કરી હતી. પોલીસે જણાવ્યું કે તે વ્યક્તિને અપહરણ માટેની આખી વાર્તા તૈયાર કરવા માટે ધરપકડ કરવામાં આવી છે. ખરેખર તે વ્યક્તિ સાથે લિવ ઈન રિલેશનમાં રહેનાર પાર્ટનર ઘ્વારા લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. પોતાના પાર્ટનર થી છુટકારો મેળવવા માટે તેને આવું પગલું ભર્યું.

લિવ ઈન પાર્ટનર પાસે ખંડણી માંગી
એસપી આકાશ તોમર ઘ્વારા જણાવવામાં આવ્યું કે અલ્હાબાદ પોલીસે ઝંડાપુર ગામ નિવાસી અભિજીત તિવારીની ધરપકડ કરી છે. તેમને પોતાના અપહરણ થયાનું નાટક કર્યું અને પોતાના લિવ ઈન પાર્ટનર પાસે 20 હજાર રૂપિયાની ખંડણી માંગી. પોલીસે જણાવ્યું કે તે વ્યક્તિએ પોતાને એક બેંક કર્મચારી ગણાવ્યો હતો અને મહિલા સાથે લગ્ન કરવાનું પણ કહ્યું હતું.

મહિલાએ વ્યક્તિ પર લગ્ન કરવા માટે દબાણ કર્યું
એસપી ઘ્વારા જણાવવામાં આવ્યું કે મહિલા અજાણ હતી કે તિવારીના લગ્ન થઇ ચુક્યા છે અને તેને બે બાળકો પણ છે. તે બંને ઝંડાપુર ગામમાં એક ભાડાના મકાનમાં લિવ ઈન પાર્ટનર તરીકે રહેતા હતા. સોમવારે મહિલા એ તેના પર લગ્ન કરવા માટે દબાણ બનાવવાનું શરુ કર્યું. તેના એક દિવસ પછી તે વ્યક્તિએ મહિલાના અવાઝમાં વાત કરીને 20 હજાર રૂપિયાની ખંડણી માંગી.

આખી કહાની જાતે જ તૈયાર કરી
ત્યારપછી મહિલાએ લિંક રોડ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી કે અભિજીતનું અપહરણ થઇ ચૂક્યું છે. કોલ ડિટેલના આધારે પોલીસે તેની ધરપકડ કરી લીધી. પોલીસે જયારે તેની પૂછપરછ કરી ત્યારે તેને જણાવ્યું કે પાર્ટનર ઘ્વારા વારંવાર લગ્ન માટે કરવામાં આવેલા દબાણને કારણે તેને આવું પગલું ભર્યું. જેથી તેને છુટકારો મળી શકે. હાલમાં અભિજીતને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
