પટના લૂ ના લઇને તમામ સ્કુલોને 28 જૂન સુધી કરવામાં આવ્યા બંધ
બિહારની રાજધાની પટનામાં બીષણ ગર્મી અને ગરમ હવાને લઈને તમામ સ્કુલોને 28 જુન સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પટનાના ડીએમ સદેશ બહાર પાડીને કહ્યુ છે કે, ધોરણ 12 સુધી તમામ સ્કુલને બંધ તમામ સ્કુલોને બધ કરવાનો આદેશ આપ્યો છે.

ડીએણ ચંદ્રશેખર જે આદેશ આપ્યો છે તેમા કહેવામાં આવ્યુ છે કે, પારો ઘણો વધારે હોવાને લીધે અને ગરમી વધતી હોવાથી બાળકોના સ્વસ્થ્ય અને જીવન જોખમમાં છે. એટલા માટે ધોરણ 12 સુધી તમામ પ્રાઇવેટ અને સરકારી સ્કુલોને 28 જુન સુધી બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ આદેશ 26 જુનથી લાગુ કરવામાં આવ્યો છે.
આ પહેલા એ આદેશ 24 જુન સુધી અમલમાં હતો. જણાવી દઇએ કે, આ મહિને બિહારના ગયા જિલ્લામાં બે લોકોની લૂ લાગવાથી મૌત થઇ ગઇ છે. ગયાના અનુગ્રહ નારાયણ મગઘ મેડિકલ કોલેજમાં ગત સોમવારે ભીષણ ગર્મીના લીધે 58 લોકોને ભરતી કવરામાં આવ્યા હતા .
કેન્દ્રીય સ્વસ્થ્ય મંત્રી મનસૂખ માંડવિયાએ મંગળવારે ગરમીને જોતા ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. જેથી દેશભરમાં લૂ અને ગરમીને લીધે સ્વસ્થ્ય વિભાગની તૈયારીને ચૂસ્ત દુરુસ્ત કરી શકાય.
દિલ્હીમાં થયેલી આ બેઠક દરમિયાન માંડવિયાએ કહ્યુ કે, ઉત્તર પ્રદેશ બિહારમાં સ્વસ્થ્ય વિભાગની એક્સપર્ટ ટીમોને મોકલવામાં આવશે. જ્યાં ભીષણ ગરમીને લઇને રાજ્ય સરકારને મદદ કરવામાં આવશે.
સાથે જ માંડવીયાએ ઇંડિયાન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચને નિર્દેશ આપવામાં આવ્યો છે. કે, લૂ ના પ્રભાવે કેવી રીતે ઘટાડી શકાય જેને લઇને એક વિશેષ , નાની અને લાંબી અવધીનો પ્લાન બનાવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
