Aligarh Muslim University : અલીગઢ યુનિવર્સિટીને સુપ્રીમ કોર્ટે માઈનોરિટી સંસ્થા ગણાવી, જાણો તેની ખાસિયત
Aligarh Muslim University : સુપ્રીમ કોર્ટે ઐતિહાસિહ નિર્ણયમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી લઘુમતિ સંસ્થા ગણાવી છે. આ સાથે નવી રાજનીતિ શરૂ થઈ છે.
સુપ્રીમ કોર્ટે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને લઘુમતી દરજ્જાની હકદાર ગણાવી છે. જો કે કોર્ટે આ અંગે નિર્ણય માટે નવી બેંચને કેસ સોંપ્યો છે.

આ બેંચમાં 3 જજ હશે અને નવેસરથી નિર્ણય લેશે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના એ નિર્ણયને પલટી નાખ્યો જેમાં AMUને લઘુમતી સંસ્થા માનવાનો ઈન્કાર કર્યો હતો.
જાણો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી સાથે જોડાયેલી મહત્વની બાબતો
- AMUની સ્થાપના 1875માં સર સૈયદ અહેમદ ખાને કરી હતી. તેમને મુસ્લિમ સમાજમાં આધુનિક શિક્ષણના ઉદેશ્ય અને ભારતીય મુસ્લિમ યુવાનો સમય સાથે તાલ મિલાવી શકે તેટલા માટે આ યુનિવર્સિટી બનાવી.
- પહેલા તેની સ્થાપના મોહમ્મડન એંગ્લો-ઓરિએન્ટલ કોલેજ તરીકે કરવામાં આવી હતી. 1920 માં તેને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે માન્યતા મળી.
- આ કેન્દ્રીય યુનિવર્સિટી છે અને રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવે છે. AMUમાં માત્ર મુસ્લિમ સમુદાયના વિદ્યાર્થીઓ જ નથી પરંતુ અનેક ધર્મના લોકો અભ્યાસ કરે છે.
- AMUને જ્ઞાનનો ખજાનો કહેવામાં આવે છે. અહીં આવેલી મૌલાના આઝાદ લાઇબ્રેરી એશિયાની સૌથી મોટી લાઈબ્રેરી છે.
- શિક્ષણ સાથે સાથે AMU તેની સુંદર ઇમારતો માટે જાણીતી છે. અહીં ઇસ્લામિક, ભારતીય અને પશ્ચિમી સ્થાપત્યનું મિશ્રણ છે.
- અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ મહિલા શિક્ષણની હિમાયત કરી છે, હજારો વિદ્યાર્થીનીઓ અહીં ઉચ્ચ શિક્ષણ મેળવી રહી છે.
- અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની મહિલા કોલેજના સ્થાપક શેખ અબ્દુલ્લા હતા, જેમણે હંમેશા મહિલા શિક્ષણની હિમાયત કરી હતી, તેમણે મહિલાઓ માટે એક માસિક મહિલા સામયિક ખાતૂન પણ પ્રકાશિત કર્યું હતું.
- આંતરરાષ્ટ્રીય સ્તરે AMU 2023ની QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં 1001-1200, એશિયામાં 271-280 અને 2023ની ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં વિશ્વમાં 801-1000માં ક્રમે હતું.
- અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી 7 કોલેજો, 15 કેન્દ્રો, 3 સંસ્થાઓ, મિન્ટો સર્કલ સહિત 10 શાળાઓ અને દૃષ્ટિહીન લોકો માટે અહમદી શાળાનું સંચાલન કરે છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
