G-20 મુદ્દે અખિલેશ યાદવનો બીજેપીને ટોન્ટ, કહ્યું-G20માં G નો મતલબ ઘોસી તો નથી ને?

વિપક્ષી પાર્ટીઓના ઈન્ડિયા ગઠબંધને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની ઉંઘ હરામ કરી દીધી છે ત્યારે હવે જી-20 સંમેલન વચ્ચે અખિલેશ યાદવે વિધાનસભા પેટા ચૂંટણી લઈને ટોણો માર્યો છે.

G20 સમિટ વચ્ચે સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વિટમાં અખિલેશ યાદવ એટલુ ધારદાર છે કે બીજેપી નેતાઓ માટે ન બોલાય કે ન સહેવાય જેવી પરિસ્થિતી સર્જી દીધી છે.

Akhilesh Yadav

હાલમાં જ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સામે હારેલી બીજેપી પર અખિલેશ યાદવે આકરો પ્રહાર કર્યો છે. યુપીના મઉ જિલ્લાની ઘોસી વિધાનસભા બેઠક પર માજવાદી પાર્ટીની જીતથી અખિલેશ યાદવ ખુશ છે. અખિલેશ યાદવે પ્રહાર કરતા લખ્યુ કે, કોઈ પૂછે છે કે G20 માં G ઘોસી માટે છે શું?

આ જીત બાદ અખિલેશ યાદવ રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર સુધી ભાજપ પર સતત પ્રહારો કરી રહ્યા છે. હવે તેમણે આ ઘોસીની જીતને G20 સાથે જોડીને બીજેપી પર પ્રહાર કર્યો છે. ઘોસી પેટાચૂંટણીમાં સપાના ઉમેદવાર સુધાકર સિંહે બીજેપી ઉમેદવાર દારા સિંહ ચૌહાણને 42759 મતોથી હરાવ્યા છે.

જણાવી દઈએ કે, ભારતમાં યોજાઈ રહેલી G20 સમિટથી મોદી સરકાર વિપક્ષ સામે નબળી પડી રહેલી બાજી પાછી સંભાળનાના પ્રયાસ કરી રહ્યા છે. બીજેપી જી20ને મોટી ઉપલબ્ધી ગણાવી રહી છે અને આવનારી ચૂંટણીમાં તેના નામે મત એકઠા કરવાનો પ્લાન બનાવી રહી છે. જો કે આ વખતે વિપક્ષી ગઠબંધન જોતા મોદી સરકાર માટે કપરા ચઢાણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X