અજીત પવારને બીજેપીમાં એન્ટ્રીની સંભાવના નહીવત, જાણો કેમ?
મહારાષ્ટ્રની રાજનીતિમાં વધુ એક વખત ઉથલ પાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત અટકળો લાગી રહી છે કે એનસીપી નેતા અને શરદ પવારના ભત્રીજા અજીત પવાર બીજેપી જોઈન કરી શકે છે. જો કે હવે આ અટકળોમાં નવો વળાંક આવતો જોવા મળી રહ્યો છે.
હાલમં જ એનસીપી નેતા અજિત પવાર ભાજપમાં જોડાવવાની અટકળોને ખુદ પવારે નકારી કાઢી હતી. હવે શિવસેનાના એકનાથ શિંદે જૂથના નેતા સંજય શિરસાટે ચેતવણી આપી દીધી છે.

અજીત પવાર અને તેની સાથે મોટી સંખ્યામાં એનસીપી નેતાઓ બીજેપીમાં જોડાવાના હોવાની અટકળો લાગી રહી છે ત્યારે શિંદેની શિવસેનાએ બીજેપીને ચેતવણી આપી છે.
શિવસેનાના પ્રવક્તા સંજય શિરસાટે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે શરદ પવારની આગેવાનીવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી બીજેપી સાથે સીધી રીતે નહીં જાય. જો આમ થશે તો મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળનું જૂથ સરકારનો ભાગ નહીં રહે.
મીડિયા સાથે વાત કરતા સંજય શિરસાટેએ કહ્યું કે, આ અંગે અમારી નીતિ સ્પષ્ટ છે. NCP વિશ્વાસઘાતની પાર્ટી છે. અમે સત્તામાં હોવા છતાં પણ NCP સાથે નહીં જઈએ. જો બીજેપી NCPને સાથે લાવશે તો મહારાષ્ટ્રને તે નહીં ગમે.
અજિત પવારના નિવેદન પર તેમણે કહ્યું કે, પવારે કંઈ કહ્યું નથી, જેનો અર્થ છે કે તે એનસીપીમાં રહેવા માંગતા નથી. અમે કોંગ્રેસ-એનસીપી છોડી દીધી, કારણ કે અમે તેમની સાથે રહેવા માંગતા ન હતા.
સંજય શિરસાટે કહ્યું કે, અજિત પવારને ત્યાં ફ્રી હેન્ડ નથી. જો તે એનસીપી છોડીને શિવસેના-ભાજપની વિચારધારાને સ્વીકારે તો તેમનું સ્વાગત છે. જો તે NCP નેતાઓના જૂથ સાથે આવશે તો અમે સરકારમાં નહીં રહીએ. શિરસાટેની હાલમાં જ એકનાથ શિંદેની શિવસેનાના પ્રવક્તા તરીકે નિમણૂક કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
