એક પરિવાર, એક ટિકિટ પર પૂર્ણ સંમતિ, ચિંતન શિબિર બાદ મોટો ફેરફારઃ અજય માકન
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકનને આશા છે કે આ ચિંતન શિબિરમાં જરુર મોટા નિર્ણયો લેવાશે.
નવી દિલ્લીઃ કોંગ્રેસનુ આજે ત્રણ દિવસીય ચિંતન શિબિર રાજસ્થાનના ઉદયપુરમાં શરુ થવા જઈ રહ્યુ છે. આ ચિંતન શિબિરમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત પાર્ટીના ઘણા દિગ્ગજ નેતાઓ ભાગ લેવા માટે પહોંચ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકનને આશા છે કે આ ચિંતન શિબિરમાં જરુર મોટા નિર્ણયો લેવાશે. તેમણે કહ્યુ કે એક પરિવાર એક ટિકિટના નિયમને એક સુરમાં લોકોએ સ્વીકાર્યો છે. માકને વચન આપ્યુ છે કે ચિંતન શિબિર બાદ પાર્ટી સંગઠન સાથે જોડાયેલા ઘણા મોટા નિર્ણયો લેવામાં આવશે.

અજય માકને કહ્યું કે, પેનલના સભ્યોમાં એ વાત પર સંમતિ છે કે એક પાર્ટી એક ટિકિટનો નિયમ લાગુ કરવામાં આવે અને પાર્ટીના કોઈ પણ નેતાના પરિવાર કે સંબંધીને એકથી વધુ ટિકિટ ન આપવી જોઈએ. પાર્ટીમાં ટિકિટ મેળવવા માટે ઉમેદવારે ઓછામાં ઓછા 5 વર્ષ પાર્ટી સાથે કામ કરવું પડશે. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી કોઈ પદ પર હોય તો તેણે તે પદ પરથી રાજીનામું આપવું પડશે. ઓછામાં ઓછા ત્રણ વર્ષ તે પદથી દૂર રહ્યા પછી જ તે વ્યક્તિને ફરીથી તે જ પદ આપી શકાય છે.
સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત ઘણા મોટા નેતાઓ આગામી લોકસભા ચૂંટણીમાં હાજરી આપવાના છે. નવ સંકલ્પ ચિંતન શિબિરમાં પાર્ટીના નેતાઓ 2024ની લોકસભા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરશે. આ દરમિયાન સાંપ્રદાયિક ધ્રુવીકરણનો સામનો કેવી રીતે કરવો તે અંગે ચર્ચા થશે. આજથી આ ચિંતન શિબિર શરૂ થઈ રહી છે. શિબિરની શરૂઆત સોનિયા ગાંધીના ભાષણથી થશે ત્યારબાદ બીજા દિવસે રાહુલ ગાંધી નેતાઓને સંબોધન કરશે અને છેલ્લા દિવસે સોનિયા ગાંધીના સંબોધન સાથે શિબિરનો અંત આવશે. આ શિબિર માટે પાર્ટીએ મુખ્યત્વે 6 વિષયો પર વિગતવાર ચર્ચાનું આયોજન કર્યું છે જે રાજકીય, સંગઠન, અર્થતંત્ર, સામાજિક સુધારણા, યુવા અને કૃષિ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
