અજય દેવગનની ભોલાએ બોક્સ ઓફિસ પર સિક્કા પાડ્યા, જાણો પહેલા વિકએન્ડનું કલેક્શન

શાહરૂખ ખાનની પઠાણ બાદ હવે અજય દેવગનની ભોલાએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. 30 માર્ચે રિલિઝ થયેલી ભોલા દર્શકોને પસંદ આવી રહી છે અને દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે. રિલિઝ થયા બાદ ઓપનિંગ દિવસોનું કલેક્શન એ સાબિત કરી રહ્યું છે કે ફિલ્મને લોકોનો રિસ્પોન્સ મળી રહ્યો છે. ભોલાએ તેના પહેલા ત્રણ દિવસમાં જ 30.7 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધુ છે.
ફિલ્મમાં શાનદાર એક્શન છે, જે એક્શન લવરોને પસંદ આવી રહી છે. આ ફિલ્મમાં અજય દેવગન સાથે સાથે તબ્બુ પણ શાનદાર રીતે ફિલ્મી પડદે વાપસી કરતી જોવા મળી રહી છે. મહિલા પોલીસની ભૂમિકા ભજવી રહેલી તબ્બુએ ફરી એકવાર પોતાની ક્ષમતા સાબિત કરી છે. રિલીઝના પહેલા દિવસે ભોલાએ 11.20 કરોડની કમાણી કરી છે કરી હતી. આ ફિલ્મ 125 કરોડના અધધ બજેટમાં બની છે. હાલ તો ફિલ્મ કમાણી કરી રહી છે પરંતુ આગળ કેવી રીતે કમાણી કરે છે તે જોવાનું રહેશે.
અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા આવેલી અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ 2ને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મમાં પણ અજય દેવગન અને તબ્બુની કેમેસ્ટ્રી ફેન્સને પસંદ આવી હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ સારી એવી કમાણી કરી હતી. હવે અજય દેવગનને આ ફિલ્મથી પણ આશાઓ છે ત્યારે જોવાનુ એ રહે છે કે ફિલ્મ ક્યાં સુધી દર્શકોને સાથે લાવવામાં સફળ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
