Who is Amar Preet Singh: કોણ છે એર માર્શલ અમર પ્રીત સિંહ? બનશે નવા વાયુસેના ચીફ
Who is Amar Preet Singh: ભારતીય વાયુસેનાને નવા ચીફ મળ્યા છે. આ નવા ચીફ 30 સપ્ટેમ્બરે પોતાનો કાર્યભાર સંભાળશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રની મોદી સરકાર દ્વારા એર માર્શલ અમર પ્રીત સિંહને વાયુસેનાના આગામી વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
વર્તમાન સમયમાં અમર પ્રીત સિંહ ડેપ્યુટી ચીફનું પદ સંભાળી રહ્યા છે. અમર પ્રીત સિંહ 30 સપ્ટેમ્બર, 2024ની બપોરથી વાયુસેનાના આગામી વડા તરીકે એર ચીફ માર્શલનું પદભાર સંભાળશે.
ઉલ્લેખનીય છે કે, વર્તમાન વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી 30 સપ્ટેમ્બર, 2024ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. વિવેક રામ ચૌધરીના સ્થાને હવે અમર પ્રીત સિંહ એર ચીફ માર્શલ પદનું સોંપવામાં આવ્યું છે.

એર માર્શલ અમર પ્રીત સિંહ કોણ છે? 27 ઓક્ટોબર, 1964ના રોજ જન્મેલા એર માર્શલ અમર પ્રીત સિંહે વર્ષ 1984માં ભારતીય વાયુસેનામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
એર માર્શલ અમર પ્રીત સિંહ 21 ડિસેમ્બર, 1984ના રોજ ભારતીય વાયુસેનાના ફાઇટર ફોર્સમાં જોડાયા હતા.
પ્રતિષ્ઠિત સેન્ટ્રલ એર કમાન્ડ (CAC) ની કમાન સંભાળતા પહેલા એર માર્શલ અમર પ્રીત સિંહે ઈસ્ટર્ન એર કમાન્ડમાં સિનિયર એર સ્ટાફ ઓફિસર તરીકે સેવા આપી હતી.
એર માર્શલ અમર પ્રીત સિંહ નેશનલ ડિફેન્સ એકેડમી, ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ અને નેશનલ ડિફેન્સ કોલેજ, વેલિંગ્ટનના પૂર્વ વિદ્યાર્થી રહ્યા છે.
અમર પ્રીત સિંહે ફ્લાઇટ કમાન્ડર અને મિગ-27 સ્ક્વોડ્રનના કમાન્ડિંગ ઓફિસર તેમજ એર બેઝના કમાન્ડિંગ એર ઓફિસર સહિતની મહત્વની ભૂમિકાઓમાં સેવા આપી છે.
ઉલ્લેખનીય છે કે, એર માર્શલ અમર પ્રીત સિંહે તાજેતરમાં જ ભારતીય ફાઈટર જેટ તેજસને ઉડાવીને બધાને ચોંકાવી દીધા હતા.
અત્રે નોંધનીય બાબત છે કે, અમર પ્રીત સિંહને તેમની કારકિર્દી દરમિયાન 2019માં અતિ વિશેષ સેવા મેડલ અને 2023માં પરમ વિશિષ્ટ સેવા મેડલથી નવાજવામાં આવ્યા છે.
આ સાથે એર માર્શલ અમર પ્રીત સિંહે 1 ફેબ્રુઆરી, 2023ના રોજ ભારતીય વાયુસેનાના 47મા વાઇસ ચીફ તરીકે પણ કાર્યભાર સંભાળ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
