એર એશિયાની ફ્લાઇટથી માત્ર 990 રૂપિયામાં બેંગલુરુથી ગોવા
ચેન્નઇ, 30 મે: શુક્રવારના રોજ હવાઇ યાત્રા કરનારા એ તમામ લોકો માટે એર એશિયા તરફથી આખરે એ ગુડ ન્યૂઝ આવી જ ગયા જેની ઇંતેજારી છેલ્લા બે વર્ષોથી કરી રહ્યા હતા. મલેશિયાની અગ્રણી એવિએશન કંપની એર એશિયા 12 જૂનથી ભારતમાં પોતાનું સંચાલન શરૂ કરી દેશે.
શુક્રવારે કંપની તરફથી એ વાતની જાહેરાત કરી દેવામાં આવી છે કે 12 જૂનના રોજ તેની પહેલી ફ્લાઇટ બેંગલુરુ અને ગોવાની વચ્ચે ચલાવવામાં આવશે, જેના માટે ટિકિટની કિંમત 990 રૂપિયા રાખવામાં આવી છે.
કંપનીના સીઇઓ ટોની ફર્નાડીઝે આ અંગે જાણકારી આપી. ભારતમાં તેનું સંચાલન એર એશિયા ઇન્ડિયાના નામની સાથે થશે. ભારતમાં એર એશિયા ટાટા અને ટેલિસ્ટ્રા ટ્રેડપ્લેસની સાથે સંયુક્ત ઉપક્રમે કાર કરશે. કંપનીને 9 માસના લાંબા ઇંતેજાર બાદ ડીજીસીએ તરફથી આ મહિના માટે ફ્લાઇંગ લાયસન્સ આપવામાં આવ્યું છે.

એર એશિયાના મેદાનમાં ઉતરવાની સાથે જ ભારતમાં લૉ કોસ્ટ પ્રાઇવેટ એવિશન કંપનીઓ જેમકે ઇંડિગો, સ્પાઇસ જેટ અને ગો એરની વચ્ચે પ્રતિસ્પર્ધા વધવાની આશા છે, પરંતુ સાથે સાથે ફુલ સર્વિસ એરલાઇન જેવા જેટ એરવેઝ અને એર ઇન્ડિયાની વચ્ચે ઓછી કિંમતની ટિકિટોને લઇને સ્પર્ધા વધી શકે છે.
<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Very very proud to announce AirAsia India open for sale tomorrow. Wow. First flight June 12th. Ser you all In India on the 12th.</p>— Tony Fernandes (@tonyfernandes) <a href="https://twitter.com/tonyfernandes/statuses/471935153812819968">May 29, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>એર એશિયા ઘણા સમયથી દેશમાં ઉડાન સેવા શરૂ કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. કંપની તરફથી અને સીઇઓ મીતૂ ચાંડિલ્યાની વરણીની સાથે જ કંપની માટે કર્મચારીઓની ભરતી પણ શરૂ કરી દીધી હતી.
એર એશિયાના જણાવ્યા અનુસાર કંપની તરફથી જે ટિકિટ આપવામાં આવશે તેની કિંમતો વર્તમાન બજારમાં હાજર કિંમતોથી 35 ટકા ઓછી હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
