બિહાર બાદ ઝારખંડમાં ઓવૈસીની દસ્તક, 7 સીટ પર મહાગઠબંધનની ગેમ બગાડી શકે
બિહાર બાદ ઝારખંડમાં ઓવૈસીની દસ્તક, 7 સીટ પર મહાગઠબંધનની ગેમ બગાડી શકે
નવી દિલ્હીઃ બિહારમાં ખાતું ખોલ્યા બાદ અસાદુ્દ્દીન ઓવૈસીએ હવે ઝારખંડમાં દસ્તક આપી છે. ઝારખંડમાં મુસલમાનોની વસ્તી 15 ટકા છે. જેને ધ્યાનમાં રાખી ઓવૈસીએ હવે ઝારખંડ તરફ વલણ અપનાવ્યું છે. મુસ્લિમ હિતોની રાજનીતિ કરનાર ઓવૈસીએ પોતાની પાર્ટી એઆઈએમઆઈએમને મહારાષ્ટ્ર અને બિહાર સુધી પહોંચાડી દીધી છે. હવે ઝારખંડમાં પગ જમાવવાની કોશિશમાં છે. ઓવૈસીએ ઝારખંડની મુસ્લિમ બહુમતિ વાળી 7 સીટ પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. ઓવૈસીની પાર્ટી ઝારખંડમાં પહેલીવાર પાર્ટી લડી રહી છે. અત્યાર સુધી ઝારખંડમાં મુસ્લિમોના વોટ ઝામુમો, ઝાવિમો, કોંગ્રેસ અને રાજદ વચ્ચે વહેંચાતા રહ્યા છે. ઓવૈસી આ મતની વહેંચણી રોકવા માગે છે. તેમણે ખુદને મુસલમાનો સાચો હિતેચ્છુ ગણાવી અલ્પસંખ્યકોના ધ્રુવીકરણની કોશિશ તેજ કરી દીધી છે. ઓવૈસીએ રાંચીમાં 25 સપ્ટેમ્બરે એક સભા કરી હતી અને તેમાં જ એલાન કર્યું હતું કે તેમની પાર્ટી ઝારખંડ વિધાનસભા ચૂંટણી લડશે.

આ સાત સીટ પર ઉમેદવારો ઉતાર્યા
ઓવૈસીની પાર્ટી ઑલ ઈન્ડિયા મજલિસ-એ-એત્તેહાદુલ મુસ્લિમીન ઝારખંડમાં સાત સીટ પર ચૂંટણી લડી રહી છે. જે આ પ્રમાણે છે.
- રાંચી- અજય તિર્કી
- ડુમરી- મોબિન રિઝવી
- જમશેદપુર પૂર્વી- મો. રિયાઝ
- બરકઠા- અશરફ અંસારી
- સારઠ- મુમતાઝ અંસારી
- હઝારીબાગ- નદીમ ખાન
- મધુપુર- ઈકબાલ અંસારી
- બોકારો- મશકૂર સિદ્દીકી
- વિશ્રામપુર- સોનૂ ચંદ્રવંશી

આ સાત સીટોમાંથી ચાર ભાજપની સીટ છે
2014માં ભાજપે હઝારીબાગ, મધપુર, બોકારો અને વિશ્રામપુર સીટ પર જીત હાંસલ કરી હતી. સારઠમાં ઝાવિમોના રણધીર સિંહ જીત્યા હતા હવે તેઓ ભાજપથી ચૂંટણી લડી રહ્યા છે. ઝારખંડમાં ઓવૈસીનું રાજનૈતિક ભવિષ્ય મુસ્લિમ મતદાતાઓના વલણ પર નિર્ભર કરે છે.

મુસ્લિમ વોટ પર નજર
આમ તો તેમની નજર અલ્પસંખ્યકોના વોટશેર પર છે પરંતુ તેમણે બે હિન્દુ ઉમેદવારોને પણ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ઓવૈસી મુસ્લિમ રાજનીતિનો કટ્ટર ચહેરો છે. આ માટે તેમની આ પહેલ કેવીક રીતે ઝારખંડમાં દાખલાની કોશિશ માનવામાં આવી રહી છે. ઝારખંડમાં મુસલમાનોની સૌથી વધુ વસ્તી પાકુડ જિલ્લામાં જ છે. પશ્ચિમ બંગાળની સીમા પર આવેલ પાકુડમાં 35.8 ટકા મુસલમાનો વસે છે. પરંતુ ઓવૈસીએ આ સીટ પર પોતાના ઉમેદવાર ઉતાર્યા નથી. પાકુડ સીટ પર કોંગ્રેસના આલમગીર આલમનો કબ્જો છે. ઓવૈસીના પડકારને હળવામાં ન લઈ શકાય.

ઝારખંડમાં માત્ર 7 મુસલમાનો જ ધારાસભ્ય બન્યા
ઝારખંડમાં અત્યાર સુધી 3 વિધાનસબા ચૂંટણી થઈ જેમાં કુલ મળી 7 મુસલમાનો જ ધારાસભ્યો બની શક્યા છે. 2005માં બે અને 2009માં ત્રણ મુસલમાન ઉમેદવારો ધારાસભ્ય બન્યા હતા. 2014માં પણ માત્ર બે સીટ પર મુસલમાન ઉમેદવાર વિધાનસભા માટે ચૂંટાયા હતા. હવે ઓવૈસીની પાર્ટીના ઉમેદવારો પોતાનો કમાલ દેખાડી શકે છે કે કેમ તે જોવાનું રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
