રાહુલ ગાંધી બાદ વધુ એક સાંસદની લોકસભા સદસ્યતા રદ કરાઈ, જાણો કેમ કરાઈ કાર્યવાહી?
હાલમાં જ રાહુલ ગાંધીને લોકસભાના સદસ્યતા રદ કરાઈ હતી. હવે વધુ એક સાંસદની સદસ્યતા રદ કરાઈ છે. આ કેસમાં પણ કોર્ટે સજા સંભળાવ્યા બાદ હવે લોકસભા સ્પીકરે સાંસદ પદેથી અયોગ્ય ઠેરવી લોકસભાની સદસ્યતા રદ્દ કરી છે.
બહુજન સમાજ પાર્ટીના સાંસદ અને યુપીના ગાઝીપુરના પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીના ભાઈ અફઝલ અંસારીને ગયા અઠવાડિયે ગેંગસ્ટર એક્ટ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ કેસમાં કોર્ટે તેમને ચાર વર્ષની કેદની સજા ફટકારી છે.

અફઝલ અન્સારીને દોષિ ઠેરવ્યા બાદ હવે સાંસદ તરીકે તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. લોકસભા સચિવાલયે લોકસભાનું સભ્યપદ રદ કરવાની નોટિસ જારી કરી છે.
તમને જણાવી દઈએએ કે, મુખ્તાર અંસારીના ભાઈ અફઝલ અન્સારી અપહરણ અને હત્યાના કેસમાં દોષી સાબિત થયા હતા. તેમની સામે ગેંગસ્ટર એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી. અફઝલ પર 1996માં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા નંદકિશોર રૂંગટાના અપહરણ અને 2005માં બીજેપી ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યામાં સંડોવણીનો આરોપ છે. જે અંતર્ગત અંસારી બંધુઓ સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં જ લોકસભા સ્પીકરે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સંસદ સભ્યપદેથી ગેરલાયક ઠેરવ્યા હતા. સુરત કોર્ટે તેમને સજા ફટકાર્યા બાદ આ કાર્યવાહી કરાઈ હતી. ઉલ્લેખનિય છે કે, બે વર્ષ કે તેનાથી વધુ સજા મેળવનારા સાંસદ ગેયલાયક ગણાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
