નોઈડામાં યુવતીની હત્યા કરી હત્યારાએ ખુદને ગોળી મારી, બન્નેના મોત
દિલ્હીને અડીને આવેલા ગ્રેટર નોઈડામાં એખ ભયાનક ઘટના સામે આવી રહ્યા છે. આ ઘટનામાં એક શખ્સે યુવતીને ગોળી મારીને હત્યા કર્યા બાદ ખુદને ગોળી મારી દેતા બન્નેના મોત થયા છે.
સામે આવી રહેલા સમાચારો અનુસાર, ગ્રેટર નોઈડાના દાદરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શિવ નાદર યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીનીની ગોળી મારીને હત્યા કરી દીધી. આ હત્યા કર્યા બાદ આરોપીએ ખુદને પણ ગોળી મારી.

ઘટના બાદ વિદ્યાર્થીનીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અહીં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. અહેવાલો અનુસાર, બંને વચ્ચે પ્રેમ પ્રકરણ હતું. બંને મૃતક બીએ સોશિયોલોજીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા.
શિવ નાદર યુનિવર્સિટીમાં અમરોહાનો સહેવાસી અનુજ અને તેની સાથે ભણતી વિદ્યાર્થિની નેહા ચરસિયા ડાઈનિંગ હોલ સામે ઉભા રહીને વાતો કરી રહ્યા હતા. આ દરમિયાન બંને ગળે પણ મળ્યા હતા. દરમિયાન અચાનક અનુજે પિસ્તોલ કાઢી અને નેહાને ગોળી મારી દીધી. નેહાને ઈજાગ્રસ્ત હાલતમાં યથાર્થ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અહીં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
નેહાની હત્યા બાદ આરોપી અનુજ બોયઝ હોસ્ટેલ પહોંચ્યો હતો. અહીં તેને રૂમમાં બંધ કરીને પોતાને ગોળી મારી દીધી. હાલ પોલીસે બન્નેના પરિવારજનોને જાણ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલો અનુસાર, બન્ને મૃતક એકબીજાના સારા મિત્રો હતા અને છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. હાલ પોલીસે બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
