કર્ણાટકમાં બીજેપીની હાર બાદ આચાર્ય પ્રમોદનો RSS ને ટોણો, કહ્યું-આટલી મોટી હાર પર મોહન ભાગવત ખામોશ કેમ?
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની હાર પર વિપક્ષી નેતાઓ સતત બીજેપી પર પ્રહારો કરી રહ્યા છે. બીજેપીની આ હાર માત્ર બીજેપી જ નહીં આરએસએસની બંધારણ વિરોધી વિચારધારા પર પણ મોટો સવાલ સાબિત થઈ છે. હવે આચાર્ય પ્રમોદે આરએસએસ પર આકરા પ્રહારો કર્યા છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બીજેપી માત્ર 66 બેઠકો જીતી છે. બીજેપીની આ હારથી પાર્ટીમાં નિરાશા છે ત્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં યોજાવા જઈ રહેલી ચૂંટણી બીજેપી માટે મુશ્કેલ બનવાની છે. 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકની હાર એક મોટો પડકાર ઉભો કરી રહી છે.

બીજેપીની હાર પર કલ્કિ પીઠના પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદે નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યા બાદ સ્વયં સેવક સંઘના મોહન ભાગવત પર કટાક્ષ કર્યો છે. આચાર્ય પ્રમોદે બીજેપીની હાર પર મોહન ભાગવતના મૌન પર કટાક્ષ કરતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે.
તેમણે લખ્યુ કે, @RSSorg ના વડા મોહન જી ભાગવત, જેમણે ભાજપની નાની જીતો પર લાંબુ ભાષણ આપ્યું, આટલી મોટી હાર પર કેમ મૌન છે? શું સાહેબ આંચકાથી વધુ ખુશ છે કે દુઃખી.?
આ પહેલા પણ પીએમ મોદીએ કર્ણાટકમાં કોંગ્રેસને જીત પર અભિનંદન આપ્યા હતા ત્યારે આચાર્ય પ્રમોદે ટ્વિટ કરીને પીએમ પર કટાક્ષ કર્યો હતો. તેમણે લખ્યું કે 2024માં પણ નરેન્દ્ર મોદી દિલ ખોલીને નરેન્દ્ર મોદીને અભિનંદન આપશે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
