સોગંદનામાની સોગંદ : મોદી છે ગરીબ, કેજરીવાલ છે અમીર
વારાણસી, 24 એપ્રિલ : 'આપ'ના અરવિંદ કેજરીવાલ વારાણસીમાં તેમના હરીફ અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી કરતા અમીર છે. કેજરીવાલ અને તેમના પત્નીની સંયુક્ત સંપત્તિ નરેન્દ્ર મોદી કરતા 64 લાખ રૂપિયા જેટલી વધારે છે. વારાણસી બેઠક પરથી કેજરીવાલે 23 એપ્રિલ બુધવારે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું છે. જ્યારે નરેન્દ્ર મોદીએ આજે 24 એપ્રિલ ગુરુવારે બપોરે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું છે.
અરવિંદ કેજરીવાલ અને તેમનાં પત્નીની સંયુક્ત સંપત્તિ કુલ 2.14 કરોડ રૂપિયાની હોવાનું જાહેર થયું છે. સોગંદનામા અનુસાર 158 દિવસોની અંદર કેજરીવાલની સંપત્તિમાં ત્રણ લાખ રૂપિયાનો વધારો થયો છે.
વર્ષ 2013ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં દાખલ કરવામાં આવેલ સોગંદનામા અનુસાર અત્યારે કેજરીવાલની મિલકતમાં ત્રણ લાખ રૂપિયાનો ઉમેરો થયો છે. કેજરીવાલ પાસે કુલ 4 લાખ 25 હજાર રૂપિયાની અસ્થાયી અને 92 લાખ રૂપિયાની સ્થાયી સંપત્તિ છે.

કેજરીવાલના પત્ની પાસે કુલ 17 લાખ 41 હજાર રૂપિયાની અસ્થાયી અને 1 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત છે. કેજરીવાલ અને તેમનાં પત્નીનાં બેંક અકાઉન્ટમાં અનુક્રમે 4 લાખ 10 હજાર રૂપિયા અને 1 લાખ 4 હજાર રૂપિયા જમા છે. કેજરીવાલનાં ધર્મપત્ની સુનીતા કેજરીવાલનાં પીએફ અકાઉન્ટમાં 6 લાખ 66 હજાર રૂપિયા અને એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડમાં 36 હજાર રૂપિયા જમા છે.
સુનીતા કેજરીવાલ પાસે 300 ગ્રામ સોનું (કિંમત 9 લાખ રૂપિયા) અને 500 ગ્રામ ચાંદી (કિંમત 24 હજાર રૂપિયા) છે. ગાઝિયાબાદમાં કેજરીવાલ 55 લાખ રૂપિયાની જમીન અને હરિયાણામાં 37 લાખની પૈતૃક પ્રોપર્ટી ધરાવે છે જયારે પત્ની સુનીતા ગુડગાંવમાં એક કરોડની કિંમતનો ફલેટ ધરાવે છે. કેજરીવાલ દંપતિ પાસે કાર નથી.
કેજરીવાલની સરખામણીએ મોદીએ કુલ 1.51 કરોડ રૂપિયાની મિલકત જાહેર કરી છે. મોદી પાસે કુલ 1.35 લાખ રૂપિયાની ચાર વીંટીઓ અને 29,700 રૂપિયાની રોકડ છે. વધુમાં મોદી ગાંધીનગરમાં 1 કરોડ રૂપિયાની કિંમતનો બંગલો ધરાવે છે.
નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી સંપત્તિની વિગતો અનુસાર તેમની પાસે પોતાની માલિકીનું કોઇ વાહન નથી. એટલું જ નહિ પણ સાયકલ પણ નથી.
નરેન્દ્ર મોદીની સંપત્તિ
રોકડ - 29,700
રૂપિયા બેંક બેલેન્સ - 11,74,394 રૂપિયા
બેંક ડિપોઝિટ - 32,48,989 રૂપિયા
NSC - 4,34,031 રૂપિયા
સોનું- 1,35,000 રૂપિયા
ઇન્કમટેક્સ રિફંડ - 1,15,468 રૂપિયા
ગાંધીનગરમાં રહેણાંકનો પ્લોટ - 1 કરોડ રૂપિયા
કુલ સંપત્તિ 1,50,42,114 રૂપિયા
નોંધનીય છે કે વર્ષ 2012માં વિધાનસભા ચૂંટણી વખતે તેમની સંપતિ 1,33,42,842 રૂપિયા હતી. આમ 2012 થી 2014 દરમિયાન તેમની સંપત્તિમાં 16.99 લાખ રૂપિયાનો વધારો થયો છે. છેલ્લે 2012-13નું આઇટી રિટર્ન ભર્યું હતું તેમાં દર્શાવેલી આવક 4,54,095 રૂપિયા હતી. નરેન્દ્ર મોદીએ તેમના લગ્નસાથી તરીકે જશોદાબેનનો ઉલ્લેખ કર્યો છે. આ બાબતમાં કોઇ કેસ તેમની સામે નથી. તેમણે ટપાલનું સરનામું સી-1, સોમેશ્વર ટેનામેન્ટ, રાણીપ, અમદાવાદ દર્શાવ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
