Aero India Show 2021: 'એરો-ઈન્ડિયા 2021'નો આગાઝ આજથી, સંરક્ષણ મંત્રી કરશે ડિફેન્સ પ્રદર્શનનુ ઉદઘાટન
બેંગલુરુમાં દેશના સૌથી મોટા શો એરો ઈન્ડિયા(Aero India Show 2021)ની શરૂઆત આજથી થવા જઈ રહી છે.
Aero India Show 2021: બેંગલુરુમાં દેશના સૌથી મોટા શો એરો ઈન્ડિયા(Aero India Show 2021)ની શરૂઆત આજથી થવા જઈ રહી છે. આજે સવારે સાડા નવ વાગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ એશિયાના સૌથી મોટા એરો-સ્પેસ અને ડિફેન્સ પ્રદર્શન એરોઈન્ડિયા 2021નુ ઉદઘાટન કરશે અને ત્યારબાદ સવારે 10.15 વાગે ફ્લાઈંગ-ડિસ્પ્લે થશે જેમાં ભારતના સ્વદેશી એરક્રાફ્ટ્સ અને હેલીકૉપટર ભાગ લેશે.

જાણો ખાસ વાતો
- એરો ઈન્ડિયા શોની થીમ પહેલી વાર હાઈબ્રીડ મૉડલ પર આધારિત છે.
- એરો ઈન્ડિયા શો 5 ફેબ્રુઆરી સુધી ચાલશે.
- મહામારીના કારણે પહેલી વાર શોમાં વર્ચ્યુઅલ એક્સેસની વ્યવસ્થા કરવામાં આવી છે.
- જે પણ શોમાં ભાગ લઈ રહ્યા છે તે લોકોએ કોરોના ગાઈડલાઈન્સનુ પાલન કરવુ જરૂરી છે.
- શોમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય એક સેમીનાર આયોજિત કરશે જેનો વિષય છે ધ ડાયનેમિઝ્મ ઑફ સિવિલ એવિએશન-મેકિંગ ઈન્ડિયા એ સિવિલ એવિએશન હબ.
- વાયુસેના અને એચએએલ વચ્ચે 83 વધુ એલએસી તેજસ માર્ક-1એ એરક્રાફ્ટ્સનો કરાર થશે.
તમને જણાવી દઈએ કે બેંગલુરુમાં આ 13મા એરો ઈન્ડિયા શોનુ આયોજન છે. આ શોમાં ભારત છેલ્લા અમુક સમયમાં સંરક્ષણ ક્ષેત્રે કઈ રીતે આત્મનિર્ભર બન્યુ તેનો નઝારો જોવા મળશે. આ ઉપરાંત આ વખતના એર શોનુ વધુ મુખ્ય આકર્ષણનુ કેન્દ્ર ડ્રો CATS WARRIOR પણ છે. આ ડ્રોનને એર ઈન્ડિયાના શો માટે એચએલના પેવેલિયનમાં પ્રદર્શન માટે રાખવામાં આવ્યુ છે. ચિનૂક અપાચેની સાથે સાથે રાફેલ પણ આ શોમાં કરતબ બતાવશે. આ ઉપરાંત પહેલી વાર સૂર્યકિરણ અને સારંગની કરતબ સાથે જોવા મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
