ભારત જોડો યાત્રામાં જોડાઈ શકે છે આદિત્ય ઠાકરે, જાણો શું કહ્યું શિવસેનાએ?
હાલ દેશમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રાની ચર્ચા થઈ રહી છે. દેશના વિવિધ રાજ્યોમાંથી પસાર થઈ રહેલી ભારત જોડો યાત્રાની જવાબદારી ખુદ રાહુલ ગાંધી સંભાળી રહ્યા છે.
હાલ દેશમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રાની ચર્ચા થઈ રહી છે. દેશના વિવિધ રાજ્યોમાંથી પસાર થઈ રહેલી ભારત જોડો યાત્રાની જવાબદારી ખુદ રાહુલ ગાંધી સંભાળી રહ્યા છે. રાહુલ ગાંધી યાત્રા દ્વારા દેશમાં કોંગ્રેસના ખોલાયેલા જનઆધારને પાછો મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને પુર્વ મંત્રી આદિક્ય ઠાકરે ભારત જોડો યાત્રામાં જોડાઈ શકે છે. અહીં તમને જણાવી દઈએ કે, ભારત જોડો યાત્રા તેલંગાણામાંથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.

શિવસેના નેતા સચિન આહિરે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યુ કે, ઠાકરેના વંશજો મરાઠવાડાની મુલાકાતે છે. ભારત જોડો યાત્રા પણ આ વિસ્તારમાંથી પસાર થશે. આવી સ્થિતિમાં આદિત્ય ઠાકરે ભારત જોડો યાત્રામાં જોડાય તેવી શક્યતા નકારી શકાય નહીં. જો કે, આ અંગેનો અંતિમ નિર્ણય ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવશે.
તેમણે કહ્યું કે, ભારત જોડો યાત્રાનો હેતુ બધાને સાથે લાવવાનો છે. આ સ્થિતિમાં આ યાત્રાને સમાજના દરેક વર્ગ દ્વારા સમર્થન મળી રહ્યું છે. તેમણે કહ્યું કે જો ભારત જોડો યાત્રા મહારાષ્ટ્રમાં આવી રહી છે તો તેનું સ્વાગત કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે આહીર મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય છે અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના પ્રવક્તા પણ છે.
રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા આજે મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં પ્રવેશ કરશે. આ યાત્રા તેના 14 દિવસના રોકાણ દરમિયાન રાજ્યની 15 વિધાનસભા અને છ સંસદીય મતવિસ્તારો, મોટાભાગે મરાઠવાડા અને વિદર્ભમાંથી પસાર થશે. ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થઈ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
