ટાટા એરબસ પ્રોજેક્ટ ગુજરાત જવાથી આદિત્ય ઠાકરેએ સરકાર પર સાધ્યુ નિશાન, કહ્યુ - ઈન્ડસ્ટ્રીને તમારા પર ભરોસો નથી
ટાટા એરબસ પરિયોજના ગુજરાતમાં જવાથી મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે.
મુંબઈઃ ટાટા એરબસ પરિયોજના ગુજરાતમાં જવાથી મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે શુક્રવારે કહ્યુ કે ઈન્ડસ્ટ્રીને આ ખોખલી સરકારમાં કોઈ વિશ્વાસ નથી. તેમણે પૂછ્યુ કે આખરે પરિયોજનાઓ મહારાષ્ટ્રમાંથી બહાર કેમ જઈ રહી છે? તેમણે શિંદે સરકાર પર રાજ્યની પ્રગતિ પ્રત્યે ગંભીર ન હોવાનો આરોપ લગાવ્યો અને રાજ્યના હિતોની રક્ષા કરવામાં નિષ્ફળ થવા માટે ટીકા કરી.

તમને જણાવી દઈએ કે સંરક્ષણ અધિકારીઓએ ગુરુવારે માહિતી આપી હતી કે ભારતીય વાયુસેના માટે C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ હવે ગુજરાતના વડોદરામાં ટાટા એરબેઝ દ્વારા બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઉદ્યોગમંત્રી અને મુખ્યમંત્રી શિંદેના વફાદાર ઉદય સામંતે આ વર્ષે સપ્ટેમ્બરમાં કહ્યુ હતુ કે ટાટા એરબસ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાં નાગપુર નજીક આવશે. ટાટા એરબસ પ્રોજેક્ટ ગુજરાતમાં ગયા પછી આદિત્ય ઠાકરેએ ટ્વિટ કરીને કહ્યુ, 'જુલાઈથી હું સતત માંગ કરી રહ્યો છુ કે 'ટાટા એરબસ પ્રોજેક્ટ' મહારાષ્ટ્રની બહાર ન જાય. પણ ફરી એક વાર એવુ જ થયુ. શા માટે છેલ્લા ત્રણ મહિનાથી પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાંથી બહાર નીકળી રહ્યા છે?'
આદિત્ય ઠાકરેએ ડબલ એન્જિન સરકારને આડે હાથ લેતા કહ્યુ કે કેન્દ્ર સરકાર ભલે સારુ કામ કરી રહી હોય પરંતુ રાજ્ય સરકારનુ એન્જિન ફેલ થઈ ગયુ છે. રાજ્ય સરકાર ખરાબ રીતે ફેલ થઈ ગઈ છે. જોઈ શકાય છે કે ઈન્ડસ્ટ્રીને ખોખલી સરકાર પર વિશ્વાસ નથી. હવે 4 પ્રોજેક્ટ મહારાષ્ટ્રના હાથમાંથી નીકળી ગયા પછી પણ શું ઉદ્યોગ મંત્રી રાજીનામુ આપશે? આદિત્ય ઠાકરેએ આરોપ લગાવ્યો કે, 'CM શિંદે નિયમિતપણે દિલ્લી જાય છે પરંતુ તેઓ ત્યાં મહારાષ્ટ્ર માટે નહીં પણ પોતાના માટે જાય છે. મે તેમને ક્યારેય એવુ કહેતા સાંભળ્યા નથી કે ટાટાએરબસ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં આવવો જોઈએ. વેદાંત ફૉક્સકૉન, બલ્ક ડ્રગ પાર્ક, મેડિકલ ડિવાઈસ પાર્ક હવે ટાટા એરબસ ગઈ છે. ઉદ્યાનો, મેડિકલ ડિવાઇસ પાર્ક પ્રોજેક્ટ સહિત હવે ટાટા એરબસ ગુજરાતમાં જતા રહ્યા છે.
આદિત્ય ઠાકરેએ વધુમાં કહ્યુ હતુ કે તેઓ નાખુશ નથી કે આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રની બહાર જઈ રહ્યો છે. આદિત્ય ઠાકરેએ કહ્યુ, 'સવાલ એ છે કે સરકાર આને રાજ્યમાં લાવવા માટે કેમ કંઈ કરી રહી નથી? અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ રોકાણકારો સાથે બેઠકો અને સમિટ કરવા માટે મહારાષ્ટ્ર આવી રહ્યા છે પરંતુ જ્યારે આપણા મુખ્યમંત્રી ગયા ત્યારે તેઓ પોતે જ ચાલ્યા ગયા. મહારાષ્ટ્રમાં નાના-મોટા પ્રોજેક્ટ મેરિટના કારણે આવતા હતા પરંતુ આજે આ પ્રોજેક્ટ મેરિટ હોવા છતાં અન્ય રાજ્યોમાં જઈ રહ્યા છે. વર્તમાન રાજ્ય સરકારના કારણે મહારાષ્ટ્રે વધુ એક પ્રોજેક્ટ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રમાંથી ફૉક્સકૉન વેદાંતા પ્રોજેક્ટ જેવા અનેક પ્રોજેક્ટ પાછા ખેંચાયા બાદ ઠાકરે જૂથની શિવસેનાએ શિંદે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
