Maha Kumbh Mela 2025 : અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને મહાકુંભમાં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
Maha Kumbh Mela 2025 : 13 જાન્યુઆરીથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળાની શરૂઆત થવા જઈ રહી છે. 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મેળામાં લાખો લોકો આવશે.
આ મહા કુંભ મેળામાં અદાણી ગ્રુપ પણ ભક્તો માટે મહાપ્રસાદ શરૂ કરશે. આ માટે અદાણી ગ્રુપ અને ઇસ્કોન સાથે મળીને કામ કરશે.

સમાચારો અનુસાર, અદાણી ગ્રુપ અને ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ એટલે કે ઇસ્કોન પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં ભક્તોને ભોજન પીરસશે.
આ 'મહાપ્રસાદ સેવા ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી સુધી મહાકુંભ મેળાના સમગ્ર સમયગાળા દરમિયાન ચાલુ રહેશે. ગૌતમ અદાણીએ ગુરુવારે ઇસ્કોન ગવર્નિંગ બોડી કમિશનના ચેરમેન ગુરુ પ્રસાદ સ્વામી સાથે મુલાકાત કરી અને ઇસ્કોનનો આભાર માન્યો.
મહાપ્રસાદ સેવામાં ઇસ્કોનના સાથ અંગે ગૌતમ અદાણીએ જણાવ્યુ કે, કુંભ સેવાનું પવિત્ર સ્થળ છે, જ્યાં દરેક ભક્ત ભગવાનની સેવામાં જોડાય છે. મારું સૌભાગ્ય છે કે ઇસ્કોન સાથે મળીને અમે મહાકુંભમાં ભક્તો માટે મહાપ્રસાદ સેવા શરૂ કરી રહ્યા છીએ.
कुंभ सेवा की वो तपोभूमि है जहां हर हाथ स्वतः ही परमार्थ में जुट जाता है!
— Gautam Adani (@gautam_adani) January 9, 2025
यह मेरा सौभाग्य है कि महाकुम्भ में हम @IskconInc के साथ मिलकर श्रद्धालुओं के लिए ‘महाप्रसाद सेवा’ आरम्भ कर रहे हैं, जिसमें मां अन्नपूर्णा के आशीर्वाद से लाखों लोगों को निःशुल्क भोजन उपलब्ध कराया जाएगा।
इस… pic.twitter.com/0DMlzO56hY
ગૌતમ અદાણીએ વધુમાં જણાવ્યુ કે, મા અન્નપૂર્ણાના આશીર્વાદથી લાખો ભક્તોને મફત ભોજન પૂરું પાડવામાં આવશે. આજે મને ઇસ્કોનના ગુરુ પ્રસાદ સ્વામીજીને મળવાની તક મળી અને સેવા પ્રત્યે સમર્પણની શક્તિનો ઊંડાણપૂર્વક અનુભવ કર્યો. ખરા અર્થમાં સેવા એ દેશભક્તિનું સર્વોચ્ચ સ્વરૂપ છે. સેવા એ ધ્યાન છે, સેવા એ પ્રાર્થના છે અને સેવા એ જ ભગવાન છે.
આ મહાપ્રસાદ સેવા 50 લાખ ભક્તોને પૂરી પાડવામાં આવશે અને મેળા વિસ્તારમાં અંદર અને બહાર બે રસોડામાં ભોજન તૈયાર કરવામાં આવશે. મહાકુંભ વિસ્તારમાં 40 સ્થળોએ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે અને આ પહેલમાં 2500 સ્વયંસેવકો સામેલ થશે.
આ સિવાય અપંગો, વૃદ્ધો અને બાળકો સાથેની માતાઓ માટે ગોલ્ફ કાર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. ગીતા સારની પાંચ લાખ નકલો પણ ભક્તોમાં વહેંચવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
