છત્તીસગઢમાં એક સાથે ચાર છોકરીઓ પર એસીડ હુમલો

આ ઘટના પુસોર ગામની છે. પ્રાપ્ત વિગત અનુસાર શનિવારે રાત્રે છોકરીઓ રામાયણના પાઠ કરીને ઘરે પાછી ફરી રહી હતી. ત્યારે અંધારામાં કોઇએ તેમની ઉપર એસિડ નાખીને હુમલો કર્યો હતો. આ તમામ ચાર યુવતીઓ સગી બહેનો છે તેમની વય 10થી 16 વર્ષની છે.
આ અંગે રાયગઢના પોલીસ અધિક્ષકનું કહેવું છે કે આ કેસમાં કેટલાક લોકોને શકને આધારે પકડીને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. હજી સુધી એ ખબર પડી શકી નથી કે હુમલાખોર કોણ છે. આ અંગે છોકરીઓ પણ વધારે વિગતો આપી શકી નથી કારણ કે અંધારું વધારે હતું જેના કારણે તેઓ હુમલાખોરોને જોઇ શકી ન હતી.
આ કેસમાં જે યુવકોની ધરપકડ કરવામાં આવી છે તે છોકરીઓની જ્ઞાતિના જ છે. છોકરીઓને સારવાર માટે રાયગઢ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જેમાંથી ત્રણની હાલત હવે જોખમની બહાર છે જ્યારે વધારે ઘાટલ થયેલી એક યુવતીની હાલત ગંભીર છે.
પોલીસનું પ્રાથમિક તારણમાં એવું કહેવું છે કે પરસ્પરની દુશ્મનાવટના કારણે બદલો લેવા આવું કૃત્ય આચરવામાં આવ્યું હોઇ શકે છે. જો કે આ અંગેના કોઇ પાકા પુરાવા મળી શક્યા નથી. આ કેસમાં કોઇ પ્રેમપ્સંગ સંકળાયેલો હોવા અંગે પોલીસે ના પાડી છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
