ઈલેક્શન ડ્યુટીથી પરત ફરી રહેલી સેનાની બસ પલ્ટી, 31 જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણીના ત્રીજા રાઉન્ડ પહેલા માઠા સમાચાર આવ્યા છે. લોકસભા ચૂંટણીની ડ્યુટીમાંથી પરત ફરી રહેલી બીએસએફની બસ પલ્ટી જતા 31 જવાનો ઘાયલ થયા છે.
મુખ્યમંત્રી મોહન યાદવના કાર્યક્રમમાં ફરજ પરથી પરત ફરી રહેલા BSF જવાનોથી ભરેલી બસ મોડી રાત્રે પલટી ગઈ. આ ઘટનામાં 31 જવાનો ઘાયલ થયા છે અને બેની હાલત નાજુક હોવાથી ગ્વાલિયર રીફર કરવામાં આવ્યા છે.

અકસ્માતની માહિતી મળ્યા બાદ સીએમ મોહન ઘાયલ જવાનોને મળવા ગ્વાલિયર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ડોક્ટરોને યોગ્ય સારવાર માટે સૂચના આપી.
ચૂંટણીના કારણે આ દિવસોમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ ચંબલ પ્રદેશમાં બેઠકો કરી રહ્યા છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવ પણ શનિવારે ભીંડ દતિયા લોકસભા મતવિસ્તારમાં ચૂંટણી સભા કરવા ગયા હતા. જ્યાં BSF જવાન પણ તેમની સુરક્ષા અને કાર્યક્રમની વ્યવસ્થા માટે તૈનાત હતા.
મુખ્યમંત્રીનો કાર્યક્રમ પૂરો થયા બાદ દતિયા જિલ્લાના ભંડેર રોડ પર BSF જવાનોથી ભરેલી બસ પલટી ગઈ. જેમાં સવાર 40 સૈનિકોમાંથી 31 ઘાયલ થયા. આ સૈનિકોમાંથી કપેન્દ્ર રાજપૂત અને પ્રશાંત સિંહ નામના બે સૈનિકોની હાલત ગંભીર હોવાથી તેમને ગ્વાલિયર રિફર કરવામાં આવ્યા છે. જેની સારવાર જયરોગ્ય હોસ્પિટલમાં ચાલી રહી છે.
સીએમ મોહન યાદવને ઘટનાની જાણકારી મળતા કાર્યક્રમ પૂરો થયા બાદ તેઓ સીધા જયરોગ્ય હોસ્પિટલ બે ઘાયલ જવાનોની હાલત પૂછવા આઈસીયુમાં ગયા હતા. આ ઉપરાંત હોસ્પિટલ મેનેજમેન્ટને પણ યોગ્ય સારવાર માટે નિર્દેશ આપવામાં આવ્યો.
મુખ્યમંત્રીએ મીડિયાને જણાવ્યું કે, સત્તાવાર ફરજ પરથી પરત ફરી રહેલા BSF જવાનો માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા હોવાની માહિતી મળી હતી. કેટલાક લોકોને ભંડેર દતિયાના સ્થાનિક આરોગ્ય કેન્દ્રોમાં દાખલ કરવામાં આવ્યા છે પરંતુ જે સૈનિકોની હાલત ગંભીર હતી તેમને ગ્વાલિયર રિફર કરવામાં આવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
