ABP C voter survey : ભાજપને આ બે રાજ્યમાં મળી રહી છે જીત, જાણો અન્ય પાર્ટીની પરિસ્થિતિ

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ કોઇપણ સમયે જાહેર થઇ શકે છે. આવા સમયે નજીકના થોડા મહિનામાં ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને કારણે રાજકીય હલચલ વધી રહી છે.

ABP C voter survey : ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ કોઇપણ સમયે જાહેર થઇ શકે છે. આવા સમયે નજીકના થોડા મહિનામાં ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને કારણે રાજકીય હલચલ વધી રહી છે.

એક તરફ આમ આદમી પાર્ટી દ્વારા આઇબી રિપોર્ટને ટાંકીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત થઇ રહી છે. આ સાથે આમ આદમી થોડી બહુમતિ સાથે સરકાર બનાવી રહી છે.

આ વચ્ચે હવે ABP C voter survey નો સર્વે સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી જીતી શકે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો સર્વે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો સર્વે

ABP C voter survey સામે આવ્યો છે. જેમાં એવું જણાવવામાં આવી રહ્યું છે કે, હિમાચલ પ્રદેશ અને ગુજરાત બંને રાજ્યોનીવિધાનસભાની ચૂંટણી ભાજપ સરળતાથી જીતી જશે. જ્યારે બીજી તરફ બંને રાજ્યોમાં કોંગ્રેસ પહેલા કરતા વધુ નબળી પડશે.

ગુજરાતમાંભાજપ પોતાની સીટોમાં વધારો નોંધાવી શકે છે. જેમાં ભારતીય જનતા પાર્ટી 135-143 સીટો જીતી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કુલ182 વિધાનસભા સીટો છે. જેમાંથી હાલ ભાજપ પાસે 99 બેઠકો અને કોંગ્રેસ પાસે 77 બેઠકો છે. આ સર્વે અનુસાર આ ચૂંટણીમાં કોંગ્રેસનીબેઠક ઘટીને 36-44 સીટો થઇ શકે છે.

આપના મતમાં થશે વધારો

આપના મતમાં થશે વધારો

બીજી તરફ જો આમ આદમી પાર્ટી વિશે વાત કરવામાં આવે તો આપને તાજેતરમાં જ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મળી છે,જેમાં આપે જંગી જીત નોંધાવી હતી.

ABP C voter survey સર્વે મુજબ આમ આદમી પાર્ટી ગુજરાતમાં માત્ર 2 સીટો જીતતી હોય તેવુંજણાઇ રહ્યું છે. જોકે, પાર્ટીને 17.4 ટકા વોટ મળી શકે છે.

ABP C voter survey મુજબ આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ બંનેનાવોટમાં મોટો ફટકો લગાવી રહી છે. ગત ચૂંટણીમાં 41.4 ટકા વોટ મેળવનારી કોંગ્રેસને આ વખતે 32.3 ટકા વોટ મળી શકે છે, જ્યારે ગતચૂંટણીમાં 49.1 ટકા વોટ મેળવનાર ભાજપને 46.4 ટકા વોટ મળી શકે છે.

હિમાચલ પ્રદેશની ચૂંટણીની પરિસ્થિતિ

હિમાચલ પ્રદેશની ચૂંટણીની પરિસ્થિતિ

હિમાચલ પ્રદેશની વાત કરીએ તો વિધાનસભામાં કુલ 68 સીટો છે. સર્વે અનુસાર ભાજપને 37-45 સીટો પર જીત મળી શકે છે, જ્યારેકોંગ્રેસને 21-29 સીટો પર જીત મળી શકે છે.

આ સાથે જ હિમાચલ પ્રદેશમાં આમ આદમી પાર્ટી પોતાનું ખાતું પણ ખોલી શકશે નહીં. જોકે,આમ આદમી પાર્ટીને હિમાચલ પ્રદેશની વિધાનસભામાં માત્ર 9.5 ટકા વોટ મળવાની સંભાવના આ સર્વેમાં વ્યક્ત કરવામાં આવી છે.

સર્વે મુજબ આમ આદમી પાર્ટી બંને રાજ્યોમાં કોઈ મોટી અસર છોડી શકે તેમ જણાઇ રહ્યું નથી, પરંતુ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતારાઘવ ચઢ્ઢાનું માનવું છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી પૂર્ણ બહુમતીથી સરકાર બનાવવા જઈ રહી છે.

આમ આદમી પાર્ટીનો મોટો દાવો

આમ આદમી પાર્ટીનો મોટો દાવો

રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું છે કે, ભારત સરકારની બહુ મોટી એજન્સી જે દરેક ચૂંટણી પહેલા સર્વે કરે છે. દરેક ચૂંટણી પહેલા સરકારમાં બેઠેલાપોતાના મોટા અધિકારીઓને જણાવે છે કે, કઈ પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે અને કઈ સીટ પર કઈ પાર્ટીનો હાથ છે.

આ IB નોઅહેવાલ સુત્રોના હવાલાથી સાર્વજનિક બન્યો છે, જેના પરથી જાણવા મળે છે કે, આગામી 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બહુ ઓછામાર્જિનથી ગુજરાતમાં સરકાર બનાવવા જઈ રહી છે.

IB સર્વેમાંથી આમ આદમી પાર્ટીને મળશે બે બોધ

IB સર્વેમાંથી આમ આદમી પાર્ટીને મળશે બે બોધ

IB સર્વેમાંથી બે મોટા બોધ આમ આદમી પાર્ટીને મળ્યા છે. જેમાં પહેલો બોધ એ છે કે, AAPના સમર્થકો, કાર્યકરોએ વધુ મહેનત કરવીપડશે.નાની બહુમતી મોટા આંકડામાં ફેરવાય છે.

આઈબીના આ રિપોર્ટ બાદ આ ચૂંટણી આમ આદમી પાર્ટી વિરુદ્ધ ભાજપ-કોંગ્રેસનુંગઠબંધન બની ગઈ છે. ભાજપ-કોંગ્રેસના મોટા નેતાઓ રાત-દિવસ બેઠકો કરી રહ્યા છે.

ભાજપનો આખો પ્રયાસ છે કે, બિન-ભાજપ મતAAPને ન જાય, પરંતુ કોંગ્રેસ અને AAP વચ્ચે વહેંચાઈ જાય. ગુજરાતમાં ભાજપે કોંગ્રેસને મજબુત કરવાનું અભિયાન શરૂ કર્યું છે.

કોંગ્રેસમાં પ્રાણ પૂરવાનું કામ ભાજપ કરી રહી છે. કારણ કે, જેમ જેમ કોંગ્રેસ મજબૂત થશે, તેમ તેમ બિનભાજપી મતોનું વિભાજન થશે.

તમારો મત કોંગ્રેસને આપીને વેડફશો નહીં

તમારો મત કોંગ્રેસને આપીને વેડફશો નહીં

રાઘવે ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, હું તમામ 6.5 કરોડ ગુજરાતીઓને કહેવા માંગુ છું કે, 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની 10સીટ પણ આવવાની નથી.

કોંગ્રેસને મત આપવો એ તમારો મત બગાડવા જેવું છે. જેથી બધા લોકોએ સાથે મળીને આમ આદમી પાર્ટીનેઓછી બહુમતી માટે નહીં, પરંતુ જંગી બહુમતી માટે પોતાનો મત આપવો જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X