IIT બાબા તરીકે ફેમસ થયેલ અભયસિંહ ગાંજા સાથે ઝડપાયો, પૂછપરછમાં પોલીસને કહ્યું, ' આતો પ્રસાદ છે'
મહાકુંભ મેળા દરમિયાન અચાનક ચર્ચામાં આવેલા 'IIT BABA' અભય સિંહ ફરી એકવાર સમાચારમાં છે. જયપુરની એક હોટલમાં ગાંજા રાખવા બદલ ધરપકડ કરાયેલા આ અનોખા બાબાનો દાવો છે કે તે તેમના માટે 'પ્રસાદ' છે.
જયપુરમાં રિદ્ધિ-સિદ્ધિ વિસ્તારમાં એક હોટલમાં રહેતો બાબા હંગામ કરી રહી હોવાની પોલીસને માહિતી મળી હતી. માહિતી મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અહીં પોલીસને બાબા પાસેથી ગાંજો મળી આવ્યો હતો. જો કે, ખૂબ ઓછા પ્રમાણમાં ગાંજો હોવાથી પોલીસે IIT બાબાને છોડી દીધો હતો. આમ છતાં, તેમની સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

શિપ્રાપથ પોલીસ સ્ટેશનના SHO રાજેન્દ્ર ગોદારાએ જણાવ્યું હતું કે, "અમને માહિતી મળી હતી કે અભય સિંહ ઉર્ફે IIT બાબા એક હોટલમાં રોકાઈ રહ્યો છે અને તે આત્મહત્યા કરી શકે છે. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે તેણે કહ્યું કે હું 'ગાંજા' પીઉં છું, મારી પાસે હજુ પણ છે, અને જ્યારે હું બેભાન હતો ત્યારે મેં કંઈક પણ કહ્યું હશે."
પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, NDPS એક્ટ હેઠળ 'ગાંજા' રાખવો ગુનો છે. તો અમે તેની ધરપકડ કરી. ઓછી માત્રાને કારણે અમે તેની પૂછપરછ કરી અને પછી તેને જામીન પર મુક્ત કર્યો. તેમના અનુયાયીઓએ પોલીસને જાણ કરી કે તેમણે તેમના સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ કરેલી કોઈ વાતને કારણે તેઓ આત્મહત્યા કરવા જઈ રહ્યા છે. જો જરૂર પડશે તો તેને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવશે.
#WATCH | Jaipur, Rajasthan | SHO Shiprapath PS, Rajendra Godara says, "We received this information that he (Baba Abhay Singh aka IIT Baba) was staying in a hotel, and he might commit suicide. When we reached there, he said that I consume 'ganja', I still have it in my… pic.twitter.com/J0wa50a3OC
— ANI (@ANI) March 3, 2025
કસ્ટડીમાંથી મુક્ત થયા પછી બાબાએ દાવો કર્યો કે તે અઘોરી પરંપરાનું પાલન કરી રહ્યો હતો જેમાં ગાંજાનું સેવન ગુનો નથી. તેમણે પત્રકારોને કહ્યું, "આ પ્રસાદ છે, કોઈ પ્રતિબંધિત પદાર્થ નથી!" મીડિયા સાથે વાત કરતા, IIT બાબાએ કહ્યું કે અત્યારે મારી પાસે આ વિશે કહેવા માટે કંઈ નથી. આજે મારો જન્મદિવસ છે અને હું આજે ખુશ રહેવા માંગુ છું.
IIT-બોમ્બેના એક સમયે આશાસ્પદ એરોસ્પેસ નિષ્ણાત અભય સિંહ આધ્યાત્મિકતાના અનુસંધાનમાં સાધુ બન્યા. મહાકુંભમાં અઘોરી સાધુઓ વચ્ચે રહીને તેમણે "IIT બાબા" તરીકે ઓળખ મેળવી. સોશિયલ મીડિયા પર તેમના ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ છે અને તેમના વાયરલ ઇન્ટરવ્યૂએ તેમને ઇન્ટરનેટ સેન્સેશન બનાવી દીધા છે.
અભય સિંહે ઘણા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તેમનું બાળપણ સંઘર્ષોથી ભરેલું હતું. પરિવાર તરફથી મળેલા અસ્વીકારને કારણે તે ફોટોગ્રાફી અને આધ્યાત્મિકતા તરફ વળ્યો. ધીમે ધીમે તેમણે સાંસારિક જીવનનો ત્યાગ કરીને સંત બનવાનું નક્કી કર્યું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
