રાજ્યસભામાં AAP વધુ મજબૂત બનશે, પંજાબમાંથી બે સાંસદો ચૂંંટાશે!
10 જૂને પંજાબમાં રાજ્યસભાની બે બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. પંજાબના બે રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ જુલાઈમાં પૂરો થવાનો છે.
10 જૂને પંજાબમાં રાજ્યસભાની બે બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. પંજાબના બે રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ જુલાઈમાં પૂરો થવાનો છે. આને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે રાજ્યમાંથી સંસદના ઉપલા ગૃહ માટે દ્વિવાર્ષિક ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે. આ બંને બેઠકો પર આમ આદમી પાર્ટીના સભ્યો કોઈપણ વિરોધ વિના ચૂંટાય તે નિશ્ચિત છે.
રાજ્યસભાના સભ્યો અંબિકા સોની (કોંગ્રેસ) અને બલવિંદર સિંહ ભુંદર (શિરોમણી અકાલી દળ)નો કાર્યકાળ 4 જુલાઈ, 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારી એસ કરુણા રાજુએ જણાવ્યું હતું કે સમયપત્રક મુજબ, દ્વિવાર્ષિક ચૂંટણીઓ માટેની સૂચના 24 મેના રોજ જારી કરવામાં આવશે અને નામાંકન ભરવાની છેલ્લી તારીખ 31 મે હશે.

રાજુએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, ઉમેદવારી પત્રોની ચકાસણી 1 જૂનના રોજ કરવામાં આવશે અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 3 જૂન નક્કી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે 10 જૂને સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી ચૂંટણી યોજાશે. એ જ દિવસે સાંજે 5 વાગ્યે મતગણતરી થશે. 13મી જૂન પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.
જણાવી દઈએ કે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 92 સીટો જીતી હતી. તેથી આમ આદમી પાર્ટીની બંને સીટો પર જીત નિશ્ચિત છે. આ સાથે શીખોની સૌથી જૂની પાર્ટી શિરોમણિ અકાલી દળ પાસે રાજ્યસભામાં એક પણ સભ્ય નહીં રહે. અકાલી દળ પાસે માત્ર ત્રણ ધારાસભ્યો છે. પંજાબમાંથી કોંગ્રેસના પણ રાજ્યસભામાં કોઈ સભ્ય નહીં હોય.
નોંધનીય છે કે પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ સહિત આમ આદમી પાર્ટીના પાંચ ઉમેદવારો માર્ચમાં પંજાબથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા છે. હવે વધુ બે સભ્યોની ચૂંટણીથી રાજ્યસભામાં AAPની સ્થિતિ મજબૂત થશે. 10 જૂન પછી રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના 10 સાંસદો હશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
