INDIA ગઠબંધનમાંથી બહાર થયા બાદ આમ આદમી પાર્ટીએ શું કહ્યું?
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે INDIA ગઠબંધનને લઈ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે આ ગઠબંધન બાળકોના રમકડાં જેવું નથી, પરંતુ હાલની સ્થિતિને જોતા એવું લાગે છે કે એકતા જ અસ્તિત્વમાં નથી.
સંજય સિંહે પીટીઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે લોકસભા ચૂંટણી પછી INDIA ગઠબંધનની એકપણ બેઠક બોલાવાઈ નથી. તો પછી પ્રશ્ન એ છે કે તેને આગળ વધારવા કોણે પહેલ કરી છે? ઘણી વખત સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, ઉદ્ધવ ઠાકરે કે મમતા બેનર્જી વિરુદ્ધ ટિપ્પણીઓ થાય છે તો એકતા ક્યાં રહી?

તેમણે વધુમાં કહ્યું કે INDIA ગઠબંધનનો સૌથી મોટો સાથી કોંગ્રેસ છે, પરંતુ શું કોંગ્રેસે લીડરશિપની જવાબદારી નિભાવી છે? તે મોટો પ્રશ્ન છે. સંજય સિંહે કહ્યું કે કોંગ્રેસ હવે ગઠબંધનને લીડ કરવાની સ્થિતિમાં નથી, જે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે.
તેમણે સ્પષ્ટ કર્યું કે આમ આદમી પાર્ટી હવે INDIA ગઠબંધનનો ભાગ નથી. લોકસભા ચૂંટણી માટે અમે સાથે હતા, પરંતુ ત્યારબાદ હરિયાણા, દિલ્હીમાં અમે એકલા લડ્યાં. હવે બિહાર, ગુજરાત, પંજાબના ચૂંટણીઓ પણ અમે એકલાં લડીશુ. એટલે આપ હવે ગઠબંધનમાં નથી.
સંજય સિંહે કહ્યું કે તેમ છતાં આપ સંસદમાં જનહિતના મુદ્દાઓ મજબૂતીથી ઉઠાવતી રહેશે. અમે હંમેશા સશક્ત વિપક્ષની ભૂમિકા ભજવી છે અને ભવિષ્યમાં પણ ભજવશું.
ઉલ્લેખનીય છે કે સંસદનું માનસૂન સત્ર 21 જુલાઈથી શરૂ થવાનું છે અને તે પહેલાં 19 જુલાઈએ INDIA ગઠબંધનની બેઠક બોલાવવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
