વીડિયો: 500 રૂપિયા આમીને આમ જનતાને ટોપી પહેરાવી રહી છે આમ આદમી પાર્ટી
નવી દિલ્હી, 2 ડિસેમ્બર: આને તોફાની તત્વોની ટિખળ કહીશું અથવા તો પછી ચૂંટણીનું વાતાવરણ બગાડવાનો પ્રયત્ન પરંતુ ઇન્ટરનેટ પર જે વીડિયો ઝડપથી ફેલાઇ રહ્યો છે તે દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટી માટે થોડી મુશ્કેલી પેદા કરી શકે છે. જી હાં યૂ-ટ્યૂબ પર એક વીડિયો છે જેના માધ્યમથી એ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આમ આદમી પાર્ટીની ટોપી પહેરવા માટે 200 થી માંડીને 500 રૂપિયા સુધી વહેંચી રહી છે. આ વીડિયો દિલ્હીના કનોટ પ્લેસથી મોબાઇલ દ્વારા બનાવવામાં આવ્યો.
આ વીડિયોમાં બે યુવકો છે જે આમ આદમી પાર્ટીની ટોપી (જેના પર લખ્યું છે કે 'મેં હું આમ આદમી') પહેરેલા છે. એક અન્ય યુવક જે આ વીડિયોને બનાવી રહ્યો છે તે બંને યુવકોને પૂછે છે કે ટોપી પહેરવા માટે કેટલા રૂપિયા મળ્યા તો યુવક જણાવે છે કે 500 રૂપિયા. પછી વીડિયો બનાવનાર યુવક પૂછે છે કે આ 500 રૂપિયાનો દારૂ પીશો તો ટોપી પહેરનાર યુવક કહે છે કે, ના હું દારૂ નથી પીતો ચરસ પીવું છું. જો કે આ વીડિયો જોઇએ એવું લાગે છે કે આ આમ આદમી પાર્ટીને છબિને ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. (જુઓ વિડિયો)
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/sMYQ1gLzvQM" frameborder="0" allowfullscreen></iframe></center>
હેતું જે પણ હોય આ તપાસ બાદ સામે આવશે પરંતુ દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાનના ઠીક બે પહેલાં ઇન્ટરનેટ પર ફેલાવવામાં આવેલો વીડિયો આમ આદમી પાર્ટીને નુકસાન જરૂર પહોંચાડશે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના સંસ્થાપક અરવિંદ કેજરીવાલના ગુરૂ અણ્ણા હઝારેએ પણ સ્પષ્ટ કહી દિધું છે કે અરવિંદ કેજરીવાલને તેમના આર્શિવાદ નથી અને તેમના કોઇપણ કેસ સાથે લેવાદેવા નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
