Aap Maha Rally : 2024 લોકસભાની ચૂંટણીમાં BJP જીતશે તો PM મોદી બનશે નરેન્દ્ર પુતિન - CM માન
Aap Maha Rally : આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી રામલીલા મેદાનમાં આપ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને રવિવારના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત આમ આદમી પાર્ટી (AAP) મહારેલીમાં ભાગ લીધો હતો.
આ દરમિયાન ભગવંત માન દ્વારા વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જો ભારતીય જનતા પાર્ટી 2024ની ચૂંટણી જીતશે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુતિન બનશે.

રાષ્ટ્રીય રાજધાનીમાં સેવાઓને નિયંત્રણમુક્ત કરવા અંગેના કેન્દ્રના વટહુકમ સામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા મેગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં ભગવંત માને આગળ જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓએ મોદીને ભારતના મલિક માનવા લાગ્યા છે. જો 140 કરોડ ભારતીયો ભારતને બચાવવાનું નક્કી કરશે, તો જ દેશ બચી શકશે.
ઉલ્લેખનીય છે કે, સેવા સંબંધિત બાબતો પર કેન્દ્ર સરકારના વટહુકમના વિરોધમાં દિલ્હીના શાસક પક્ષ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હી AAPના નેતાઓ અને મંત્રી ગોપાલ રાય હાજર રહ્યા હતા. આ સાથે આ રેલીમાં AAP સાંસદ સંજય સિંહે સંબોધન કર્યું હતું.
વટહુકમને પાછો ખેંચવાની માંગ કરતા AAP નેતાઓએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે તેના સ્ટેન્ડ પર પુનઃર્વિચાર કરવો જોઈએ અને દિલ્હીના લોકોના કલ્યાણને પ્રાથમિકતા આપવી જોઈએ. કેજરીવાલે રાષ્ટ્રીય રાજધાનીના રહેવાસીઓને 'મહા રેલી' માટે મોટી સંખ્યામાં આવવા વિનંતી કરી હતી.
આમ આદમી પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તેઓએ વ્યાપક પ્રચાર કર્યો છે, લોકો સુધી પહોંચ્યા છે અને તેમને વટહુકમ વિશે જાણ કરી છે અને તે તેમના રોજિંદા જીવન પર કેવી અસર કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
